Connect Gujarat
સમાચાર

જેતપુર પોલીસે દેદરવા ગામ ખાતે લાખો રૂપિયાનો વિદેશી દારૂનો કર્યો નાશ

જેતપુર પોલીસે દેદરવા ગામ ખાતે લાખો રૂપિયાનો વિદેશી દારૂનો કર્યો નાશ
X

જેતપુર પોલીસ દ્વારા આજે દેદરવા ગામ ખાતે સીમ વિસ્તારમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂનો નાશ કરાયો છે.

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવાથી પ્યાસીઓની પ્યાસ બુઝાવવા માટે અનેક મોટા ગજાના બુટલેગરો મેદાનમાં બાજી મારી રહ્યા છે. ત્યારે જેતપુરમાં પણ આવા બેફામ બનેલા બુટલેગરો ઉપર પોલીસ વોચ રાખે દર વર્ષે કરોડો રૂપિયાનો દારૂ ઝડપી લઇ બુટલેગરોને માત આપી રહી છે, જેતપુર સિટી પોલીસ જેતપુર ગ્રામ્ય પોલીસ તેમજ વીરપુર ગ્રામ્ય વિસ્તારમાં વર્ષ 2018-19 દરમિયાન પકડી પાડેલ 7,00,7935 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂની 23490 દારૂ બિયરની બોટલ પકડાયેલ છે, જેની ઉપર આજે ડેપ્યુટી કલેકટર રાજેશ આલ, જેતપુર એએસપી સાગર બાગમાર, તેમજ જેતપુર મામલતદાર કારીયા સાહેબ, સિટી પી આઇ, તેમજ ગ્રામ્ય પીએસઆઈ સહિતની હાજરીમાં રોલર ફેરવી દઈ તમામ જથ્થાનો નાશ કરી નાખ્યો છે. એ સમયે સીમ વિસ્તાર ખાતે શરાબની નદીઓ વહેતી થઈ હતી. આ નજારો શરાબી ઓના હૈયા બાળવા જેવી ઘટના બની હતી.

Next Story