Connect Gujarat
દેશ

ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મત ગણતરી શરૂ, ભાજપ માટે આકરી પરીક્ષા

ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મત ગણતરી શરૂ, ભાજપ માટે આકરી પરીક્ષા
X

બિહારમાંથી છૂટા પડેલા અને નક્સલીઓથી પીડિત રાજ્ય ઝારખંડમાં 81 વિધાનસભા બેઠકો માટે 5 તબક્કા માટે મતદાન થયું હતું. પ્રથમ તબક્કાનું મતદાન 30 નવેમ્બરથી શરૂ થયું હતું જે 20 ડિસેમ્બર એટ્લે કે પાંચમા તબક્કામાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી. રાજયમાં વર્તમાન ભાજપની સરકાર માટે રાજ્ય બચાવવા માટે કપરા ચઢાણ છે. એક્ઝિટ પોલમાં ભાજપને મોટું નુકશાન થવાની શક્યતા છે.

રાજ્યના પરિણામ 23

ડિસેમ્બરના રોજ જાહેર થવાના હતા. જે આજે 8 વાગ્યાથી શરૂ થઈ જશે. બેલેટ પેપરથી મત

ગણતરી શરૂ થશે. બપોરના 2 વાગ્યા સુધીમાં રાજ્યની સ્થિતિ સંપૂર્ણ સાફ થઈ જશે.

રાજયમાં ત્રિશંકુ વિધાનસભાની શક્યતાઓ વર્તાઇ રહી છે. પીએમ મોદી, અમિત

શાહ સહિત યોગી આદિત્યનાથે મળીને 25થી વધુ ચૂંટણી સભાઓ સંબોધી હતી. જ્યારે કોંગ્રેસ

તરફથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓએ ચૂંટણી સભાઓને સંબોધી

હતી.

રાજ્યની જનતાઓ સ્થાનિક

મુદ્દાઓ સહિત અનેક સમસ્યાઓ અને મુદ્દાઓને આધારે મતદાન કર્યું હતું. જેના પરિણામો

આજે જાહેર થશે. અને JMM અને કોંગ્રેસ ગઠબંધનને બહુમત મળી શકવાની સંભાવનાઓ છે. હેમંત સોરેન

ઝારખંડના આગામી મુખ્યમંત્રી બની શકે છે.

Next Story