Top
Connect Gujarat

Jioએ લોન્ચ કરી શાનદાર ઑફર, માત્ર 499 રૂપિયામાં મેળવો JioFi

Jioએ લોન્ચ કરી શાનદાર ઑફર, માત્ર 499 રૂપિયામાં મેળવો JioFi
X

જિયો વાઇ-ફાય ડિવાઇસ જિયોફાઇ ખરીદનાર યુઝર્સને રૂ.500નું કેશબેક મળશે

ટેલિકોમ કંપની જિયોના માર્કેટમાં આવ્યા પછી અવનવા પ્લાન સાથે અન્ય કંપનીઓ ઉપર ભારે પડી રહ્યું છે. હવે તો પોસ્ટપેડ યુઝર્સમાં પણ તે ધૂમ મચાવી રહ્યું છે. ત્યારે પોસ્ટપેઈડ કનેક્સન ધારકો માટે એક નવી ધમાકેદાર ઑફર લૉન્ચ કરી છે. જેમાં જિયોફાય હૉયસ્પૉટ 999 નહીં પરંતુ માત્ર 499 રૂપિયામાં ખરીદી શકાશે. જિયો વાઇ-ફાય ડિવાઇસ જિયોફાઇ ખરીદવા પર યુઝર્સને હવે રૂપિયા 500નું કેશબેક પણ મળશે.

જિયોફાય 4જી એલટીઇ હૉટસ્પૉટ ડિવાઇસ છે. જેને કંપનીએ 999 રૂપિયાની કિંમતમાં લૉન્ચ કર્યુ હતું. યુઝર હૉટસ્પૉટ ડિવાઇસમાં 150 એમબીપીએસ સુધીની ડાઉનલૉડ સ્પીડ અને 50 એમબીપીએસ સુધીની અએપલોડ સ્પીડ મળે છે. કંપની દ્વારા આપવામાં આવી રહેલી આ ઑફરનો લાભ તે જ યુઝર્સ લઇ શકશે જે જિયોનું નવુ પોસ્ટપોઇડ કનેક્શન લેશે. આ સાથે જ જિયો પોસ્ટપેઇડ યુઝર્સને ઑફર સાથે કેશબેકની સુવિધા પણ મળી રહી છે. યુઝર્સ પોતાના પોસ્ટપોઇડ એકાઉન્ટની મદદથી 500 રૂપિયાનું કેશબેક મેળવી શકે છે. પરંતુ આ કેશબેક સતત 12 બિલિંગ સાઇકલ પૂરી કર્યા બાદ જ મળશે.

Next Story
Share it