Connect Gujarat
સમાચાર

J&K : નગરોટા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળોની વચ્ચે અથડામણ , 2 આતંકીને ઠાર માર્યા

J&K : નગરોટા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળોની વચ્ચે અથડામણ , 2 આતંકીને ઠાર માર્યા
X

જમ્મુ અને કાશ્મીરના નગરોટા વિસ્તારમાં ગુરુવારે સવારે આતંકવાદીઓ અને સુરક્ષાદળોની વચ્ચે અથડામણ શરુ થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે એન્કાઉન્ટર સવારે 5 વાગે શરુ થઈ હતી. જમ્મુ કાશ્મીર રાષ્ટ્રીય રાજમાર્ગ પર નગરોટાના બાન વિસ્તારમાં ટોલ પ્લાઝાની પાસે સવારે 5 વાગે ગોળીબારી શરુ થયો હતો.

જમ્મુ જિલ્લા પોલીસ પ્રમુખ એસએસપી શ્રીધર પાટિલે કહ્યું કે લગભગ 5 વાગે કેટલાક આતંકવાદીઓએ નગરોટા વિસ્તારમાં બાન ટોલ પ્લાઝાની પાસે સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. તે એક ગાડીની પાછળ છુપાયેલા હતા. સુરક્ષાના કારણોસર પોલીસે નગરોટાના નેશનલ હાઈવેને બંધ કર્યો છે. આ ઓપરેશનમાં CRPF અને SOG સામિલ છે. મનાઈ રહ્યું છે કે સુરક્ષાદળોએ 2 આતંકીને ઠાર માર્યા છે. એન્કાઉન્ટરની વચ્ચે ઉઘમપુરમાં આતંકવાદીઓની વચ્ચે એક અથડામણના રુપમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં બુધવારે આતંકવાદીઓએ સુરક્ષા દળોની ટીમ પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ આતંકી હુમલામાં 12 સ્થાનિક લોકો ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Next Story