Connect Gujarat
દેશ

JNU વિવાદ: બુકાનીધારી તત્વોએ જેએનયુ કેમ્પસમાં ઘૂસી મચાવ્યો આતંક, 23 વિદ્યાર્થીઓ ઘાયલ

JNU વિવાદ: બુકાનીધારી તત્વોએ જેએનયુ કેમ્પસમાં ઘૂસી મચાવ્યો આતંક, 23 વિદ્યાર્થીઓ ઘાયલ
X

ગઇકાલે JNU (જવાહર લાલ નેહરુ યૂનિવર્સીટી)માં ફરી એક વાર ધમાલના દ્રશ્યો સામે આવ્યા.JNU માં કેટલાક બુકાનીધારી તત્વો JNU કેમ્પસની અંદર ઘૂસી આવ્યા હતા અને વિદ્યાર્થીઓ તથા શિક્ષકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં વિદ્યાર્થી સંગઠનના અધ્યક્ષ આઇશી ઘોષ ગંભીર રીતે ઘાયલ થઇ હતી.

આ બનાવ રવિવારે સાંજે આશરે 6.30 વાગ્યે 40 થી 50 જેટલા નકાબધારી લોકો JNU કેમ્પસમાં ઘૂસી ગયા હતા અને વિદ્યાર્થીઓ તથા શિક્ષકો પર હુમલો કરી દીધો હતો. હથિયારો સાથે કેમ્પસમાં ઘૂસી તોફાનીઓએ હોસ્ટેલમાં પણ ભારે તોડફોડ કરી હતી. તેમજ બહાર પાર્ક કરેલા વાહનોને પણ નુકશાન પહોંચાવ્યું હતું.

JNUમાં થયેલી આ ધમાલના પગલે વિધ્યાર્થીઓએ મુંબઈની જુદી જુદી યુનિવર્સિટીના વિધ્યાર્થીઓ JNUમાં થયેલ ધૃણાસ્પદ કાર્યના વિરોધમાં ગેટ- વે- ઓફ – ઈન્ડિયાની બહાર વિરોધ નોધાવ્યો હતો. ત્યારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)ના વિદ્યાર્થીઓએ મીણબત્તી હાથમાં લઈને આ હુમલાનો વિરોધ કર્યો હતો.


ગઇકાલે JNUના કેમ્પસમાં જવાના ગેટને પણ આ નકાબખોરોએ તોડી નાખ્યો હતો, આ ધમાલમાં 23 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

Next Story