Connect Gujarat
Featured

જુનાગઢ : બાંટવા ગામે સંખ્યાબંધ મૃત પક્ષી મળતા તંત્ર થયું દોડતું, જુઓ કેવી આશંકા વ્યક્ત કરાઇ..!

જુનાગઢ : બાંટવા ગામે સંખ્યાબંધ મૃત પક્ષી મળતા તંત્ર થયું દોડતું, જુઓ કેવી આશંકા વ્યક્ત કરાઇ..!
X

દેશના વિવિધ રાજ્યો બાદ હવે ગુજરાતમાં પણ બર્ડ ફ્લૂની એન્ટ્રી થઈ છે. જુનાગઢ જિલ્લાના બાંટવા ગામ નજીકથી સંખ્યાબંધ મૃત પક્ષીઓ મળી આવતા વહીવટી તંત્ર દોડતું થયું છે. જોકે પક્ષીઓના મૃત્યુ બર્ડ ફ્લૂના કારણે થયાં છે કે, નહીં તેની ચકાસણી માટે 53 જેટલાં પક્ષીઓના મૃતદેહને પોસ્ટમાર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, ગત શનિવારના રોજ જુનાગઢ જિલ્લાના બાંટવા ગામેથી 50થી વધુ મૃત પક્ષીઓ મળી આવ્યા હતા. બાંટવા ગામે ટિટોડી સહિત અન્ય પક્ષીઓના મોતની જાણ થતાં જ વહીવટી તંત્ર દોડતું થયું છે. જેમાં ટિટોડી, નકટો, બગલી અને બતક મળી કુલ 53 મૃત પક્ષી મળી આવતા હાલ મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, ત્યારે વેટરનરી વિભાગે હાલ તો પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

જોકે બર્ડ ફ્લૂ રોગચાળાના પગલે તમામ પક્ષીઓના મૃત્યુ થયાં હોવાની રેન્જ ફોરેસ્ટ ઓફિસરે આશંકા વ્યક્ત કરી છે. તો બીજી તરફ રાજ્યના વાઇલ્ડલાઇફ વિભાગે ભારત સરકારની એડવાઇઝરી મુજબ સમગ્ર રાજ્યમાં એલર્ટ જાહેર કર્યું છે. ઉપરાંત જીવદયા પ્રેમીઓ દ્વારા પણ વન વિભાગ સહિત ઉચ્ચ અધિકારીઓને પત્ર લખી 50થી વધુ પક્ષીઓના મોત મામલે યોગ્ય તપાસ કરવા અંગે રજૂઆત કરી હતી.

Next Story