• ડુંગરપુરના શ્રમિક યુવકની હત્યાનો મામલો

  • નશાના બંધાણમાં નિર્મમ હત્યાને આપ્યો અંજામ

  • લોખંડના સળિયા વડે આરોપીઓએ કર્યો હુમલો

  • ગંભીર ઇજાના પગલે યુવકનું નીપજ્યું મોત

  • પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ 

જૂનાગઢમાં નશો કરવા મુદ્દે લોખંડના સળિયા વડે ડુંગરપુરના મજૂર યુવાનની નિર્મમ હત્યા કરનાર બે શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી.

જૂનાગઢ પાસેના ખડીયા ગામ પાસે નશો કરવા મુદ્દે ઉગ્ર બોલાચાલી થતા બે શખ્સોએ લોખંડના સળિયા વડે રફીકસા રફાઈની હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. નશો કરવાની આદતમાં એક મજૂર યુવાન રફીકસા રફાઈનો ભોગ લેવાયો હતોપોલીસે આ ગંભીર ઘટનામાં ગણતરીના કલાકોમાં જ હત્યારાઓને ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

આ ઘટનામાં આરોપીઓ મિલન સોલંકી અને અનિલ ગુજરાતીએ રફિકશાને ધના મહારાજના આશ્રમ પાસે બોલાવીને નિર્મમ હત્યા નિપજાવી હતીઆરોપીઓએ નશાની હાલતમાં લોખંડના સળિયા વડે માથામાં ગંભીર ઘા મારતા રફીકસાનું મોત નીપજ્યું હતું.હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.