જૂનાગઢ: મંદિરની ચૂંટણી બાદ પોલીસનો મીડિયા પર હુમલો

New Update
જૂનાગઢ: મંદિરની ચૂંટણી બાદ પોલીસનો મીડિયા પર હુમલો

એ- ડિવીઝનના પોલીસ ઇન્સપેક્ટરે મીડિયા કર્મી પર કર્યો હુમલો

વડતાલના તાબાના જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં આજે સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. મંદિરની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ સત્તાધારી આચાર્ય પક્ષે દેવ પક્ષના સંતો અને હરિભક્તો પર હુમલો કરાવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. દેવ પક્ષના સંતોએ જણાવ્યું હતું કે સ્વામિ પર હુમલો કરાવવામાં આવ્યો છે.

પ્રત્યક્ષદર્શી જણાવ્યું હતું કે ગઢડામાં હારેલા આચાર્ય પક્ષે જૂનાગઢમાં પણ હાર ભાળી જઈને અને સ્વામિ પર હુમલો કર્યો છે. દેવ પક્ષના કે.પી. સ્વામિએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આચાર્ય પક્ષ ગઢડાની જેમ અહીંયા પણ હાર ભાળી ગયા હોવાથી અમારા વિવેક સાગર સ્વામિ પર હુમલો કરાવ્યો છે. આ ઘટનાની પોલીસ ફરિયાદ કરીશું.

જોકે, અંતે મતદાન બાદ પોલીસે ઘટના સ્થળે કવરેજ કરી રહેલા મીડિયા કર્મીઓ પર હુમલો કર્યો હતો. પોલીસે ઘટના સ્થળ પર એક મીડિયા કર્મીને લાફો ઝીંકી દીધો હતો. એટલું જ નહીં પરંતુ મીડીયાકર્મીને ધક્કે ચઢાવી તેના પર લાઠીઓ પણ વર્ષાવી હતી.પોલીસની આ કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા હતા.

Latest Stories