Connect Gujarat
ગુજરાત

કાલોલ : આગ બુજાવવા ફાયરમેન વિના જ પહોંચ્યુ ફાયરફાઈટર, પછી તો જે થયું.......

કાલોલ : આગ બુજાવવા ફાયરમેન વિના જ પહોંચ્યુ ફાયરફાઈટર,  પછી તો જે થયું.......
X

કાલોલ બસસ્ટેન્ડ પાસે બે દુકાનોમાં શોર્ટ સર્કીટને કારણે આગ લાગતા લાખ્ખો રૂપિયાનું નુકશાન થયું છે. ફાયર વિભાગને જાણ કરતા ફાયરમેન વિના જ ફાયરબ્રિગેડ પહોંચતા સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો.

કાલોલ બસસ્ટેન્ડ પાસે આવેલ ચંદ્રલોક ગેસ્ટહાઉસની નીચેના ભાગમાં બે ભાઈઓની અલગ અલગ દુકાનોમાં ધુમાડાના ગોટે ગોટા નીકળતા લોકટોળા એકત્ર થયા હતા. શ્રીજી બેંગલ્સ નામની કટલરીની દુકાનમાં આગ લાગતા બાજુમાં આવેલ ઇલેક્ટ્રીકની દુકાનમાં પણ આગ ભડકી ઉઠી હતી. ફાયર બ્રિગેડને જાણ કરતા લગભગ વીસ મિનિટ બાદ મીની ફાયર ફાઇટર આવી પહોંચ્યું હતું. પરંતુ તેમાં ફક્ત હતો ડ્રાઇવર. ડ્રાઇવર સિવાય કોઈ કર્મચારી જોવા ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. લોકોએ સ્વંય પાણીની પાઈપ લઈ આગ બુજાવવાનું કામ શરૂ કર્યુ બીજી તરફ આગની ભયાનકતા જોતા આજુબાજુના દુકાનદારો પણ ભયભીત થઈ ગયા હતા.

આગ શોર્ટ સર્કીટને

કારણે લાગી હોવાનું જાણ થતા કાલોલ એમ.જી.વી.સી.એલને જાણ કરી વીજ પુરવઠો બંધ

કરાવાયો હતો. કાલોલ પોલીસ, નાયબ મામલતદાર અને એમ.જી.વી.સી.એલના અધિકારી પણ સ્થળ

ઉપર પહોંચ્યા હતા. જાગૃત નાગરિકો અને ખુદ નાયબ મામલતદાર દ્વારા કાલોલ નગરપાલિકાના

ચીફ ઓફીસરને ફોન કરતા હરહંમેશની જેમ ચીફ ઓફિસરે ફોન ઉપાડ્યો નહોતો. કાલોલ પાલિકા

પ્રમુખને જાણ કરતા નગરપાલિકાનું બીજું ફાઇટર મંગાવતા આગ પર કાબુ મેળવાયો. પરંતુ

ખાટલે મોટી ખોડ હોય તેમ ફાઇટરની સીડી ઉપર પણ સ્થાનિક લોકો ચડીને આગ કાબુમાં લેવાનો

પ્રયત્ન કરતા હતા. આગમાં મોટાભાગનો સમાન ભસ્મીભૂત થતા ભારે નુકશાન થયું હતું

સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી.

Next Story