Connect Gujarat
Featured

કપડવંજ : ડિજિટલ શિક્ષણ કેવી રીતે કેળવે બાળકો?, નેટવર્કની સમસ્યાથી અભ્યાસ પર માઠી અસર

કપડવંજ : ડિજિટલ શિક્ષણ કેવી રીતે કેળવે બાળકો?, નેટવર્કની સમસ્યાથી અભ્યાસ પર માઠી અસર
X

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના દક્ષિણ વિસ્તાર તરફના 10 જેટલા ગામોમાં નેટવર્કની સમસ્યા છે. જેની વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે. ડિજિટલ ભારતની મોટી મોટી વાતો સામે નેટવર્કની સમસ્યા નિવારી નથી શકતી સરકાર. 1000થી વધુ વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બનતા વાલીઓ ચિંતામાં મુકાયા છે.

ડિજિટલ ભારતના સરકારના સપના સામે વાસ્તવિક્તા ફોન માત્રમાં નેટવર્ક પહોંચી જાય તેટલી પણ નથી. જી ફોનમાં ઇન્ટરનેટ અને ઇન્ટરનેટથી અભ્યાસ વિદ્યાર્થીઓ મેળવી શકે તે માટે સરકારે ઓનલાઇન શિક્ષણની વ્યવસ્થા કરી છે. પણ વિકાસમાં હરણફાળ રાજ્યમાં નેટવર્કનો અભાવ છે. અને નેટવર્કની સમસ્યાથી ગામડાનું ભવિષ્ય વર્તમાન દ્રષ્ટિએ અંધકારમય બની રહ્યું છે. વાત કરી રહ્યા છે ખેડા જિલ્લાની અને ખેડાના કપડવંજ તાલુકાની. તાલુકાના 10 જેટલા ગામોમાં હજુ પણ નેટવર્કની સમસ્યા વર્તાઇ રહી છે. આ સમસ્યાના કારણે ગામડાના વિદ્યાર્થીઓના ઓનલાઇન અભ્યાસ પર માઠી અસર પડી રહી છે. સરકારનું ડિજિટલ ભારતનું સૂત્ર અહીં આવીને દમ તોડી દે છે. કપડવંજ તાલુકામાં દક્ષિણ તરફના વિસ્તારમાં ગાડીયારા, અંકલાઈ, ટંઠડી, હીરાપુરા અને વાસણા સહિતના 10 જેટલા નાના મોટા ગામો આવેલા છે. જ્યાં આશરે 3500 થી વધુ વસ્તી આ ગામડાઓમાં વસવાટ કરે છે. અહીં 10 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ પણ આવેલી છે. જ્યાં 1000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

હાલ કોરોનાની મહામારીમાં બાળકો શાળાએ જઇ નથી શકતા ત્યારે તેમનો અભ્યાસ ના બગડે તે હેતુથી ઓનલાઇન અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. શિક્ષકો દ્વારા એકમ કસોટી અને હોમ લર્નિંગના પુસ્તકો વિદ્યાર્થીઓ સુધી પહોચાડવામાં આવે છે અને ત્યાર બાદ ઓનલાઇન લિન્ક મોકલવામાં આવે છે. લિન્કને મોબાઈલમાં ખોલી વિદ્યાર્થીઓ અભ્યાસ કેળવતા હોય છે. પરંતુ આ 10 જેટલા ગામોમાં મોબાઈલ નેટવર્કનો પ્રોબલેમ હોવાથી અભ્યાસ માટે મોકલવામાં આવેલ લિંકો ખુલતી જ નથી અને બાળકોને અભ્યાસ કરવામાં તકલીફ પડે છે. નેટવર્ક પકડવા બાળકો વૃક્ષના ડાળ તેમજ ધાબઓ પર ચઢી અભ્યાસ મેળવવાનો પ્રયાસ કરે છે. પરંતુ ત્યાં પણ નેટવર્ક ના મળવાથી બાળકો નિરાશ થાય છે અને અભ્યાસથી વંચિત રહી જાય છે.

જ્યાં એક તરફ ડિજિટલ ઇન્ડિયા અને “5જી” ની વાતો થાય છે ત્યાં બીજી તરફ કપડવંજના આ ગામોમાં નેટવર્કને લઈને અલગ જ તકલીફ જોવા મળે છે. અહીં ડિજિટલ ભારત કે 4G-5G વાતો તો દૂર મોબાઈલ સર્ફિંગ થઈ શકે અને બાળકો અભ્યાસ કરી શકે તેવા નેટવર્ક પણ આવતા નથી. નેટવર્ક અને અભ્યાસથી વંચિત બાળકોના વાલીઓ પણ ચિંતિત જોવા મળી રહ્યા છે.

ગાડીયારા ગામના સરપંચનું કહેવું છે કે, અનેક વખત નેટવર્ક મુદ્દે તંત્રને જાણ કરી છે પરંતુ કોઈ જ પરિણામ મળતું નથી અને આ વિસ્તારના વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસથી વંચિત રહે છે અને તેઓનો અભ્યાસ બગડે છે. મોબાઈલથી વાત કરવામાં પણ સમસ્યા થાય છે.

Next Story