Connect Gujarat
ગુજરાત

કેવડીયા : આફ્રિકાના પ્રાણીઓને માફક ન આવ્યું ભારતનું વાતાવરણ, જુઓ શું બની ઘટના

કેવડીયા : આફ્રિકાના પ્રાણીઓને માફક ન આવ્યું ભારતનું વાતાવરણ, જુઓ શું બની ઘટના
X

કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બની રહેલા જંગલ

સફારી પાર્કમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જંગલ સફારી માટે આફ્રિકાથી

લાવવામાં આવેલાં એક જીરાફ અને બે ઇમ્પાલા મળી ત્રણ વિદેશી પ્રાણીઓના મોત થયાં છે.

પ્રાથમિક તબકકે વિદેશી પ્રાણીઓને વાતાવરણ અનુકુળ ન આવ્યું હોય તેમ લાગી રહયું છે

પણ હજી ચોકકસ કારણ માટે પીએમ રીપોર્ટની રાહ જોવાઇ રહી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવતાં પ્રવાસીઓનું મનોરંજન વધારવા માટે 375 હેકટર જમીનમાં જંગલ સફારી બનાવવામાં આવી રહયું છે. જેના માટે દેશ અને વિદેશથી 1,800થી વધારે પ્રાણીઓ લાવવામાં આવ્યાં છે. આફ્રિકાથી જીરાફ, ઇમ્પાલા, ઓસ્ટ્રેલિયાથી આલ્ફા લામા, કાંગારૂ પણ જંગલ સફારી માટે કેવડીયા આવી ચુકયાં છે. વિદેશથી લાવવામાં પ્રાણીઓની ખાસ પ્રકારની કાળજી લેવામાં આવી રહી છે. વિશેષ કાળજી લેવાતી હોવા છતાં અચાનક એક જીરાફ અને બે ઇમ્પાલા હરણના મોત થતાં વન વિભાગમાં દોડધામ મચી ગઇ છે.

વિદેશી પ્રાણીઓના મોત પાછળ વાતાવરણ જવાબદાર હોવાનું મનાઇ રહયું છે પણ પીએમ રીપોર્ટ બાદ ચોકકસ કારણ બહાર આવશે. ઘટના બાદ વિદેશથી લાવવામાં આવેલા પ્રાણીઓ અને પક્ષીઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે, અન્ય પ્રાણીઓ સલામત છે અને તેમની સલામતી માટે શકય તમામ પ્રયાસો કરાઇ રહયાં છે.

Next Story