Connect Gujarat
ગુજરાત

ખેડા: નડીઆદમાં પક્ષીઓ માટે ઉત્તરાયણ બની મોતની સજા

ખેડા: નડીઆદમાં પક્ષીઓ માટે ઉત્તરાયણ બની મોતની સજા
X

ઉત્તરાયણ

પર્વને લઇ ગુજરાત સહિત દેશભરમાં લોકો પતંગ ચગાવવાની મોજ માણતા હોય છે ત્યારે પક્ષીઓ પોતાની મોજ ભરી ઉડાન ભરતા હોય અને તે જ સમયે પતંગબાજો દ્વારા ઘાતક દોરીથી અબોલ પક્ષીઓ

ઘાયલ થતાં

હોય છે.

આવા ઘાયલ પક્ષીઓ માટે ખેડા જિલ્લાના વનવિભાગ અને સામાજિક કાર્યકર્તાઓ તથા સામાજીક સંસ્થાઓ દ્વારા ઇજાગ્રસ્ત પક્ષીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ઇજાગ્રસ્ત પક્ષીઓને દવાખાના ખાતે મોકલી ડોક્ટર દ્વારા તેની જરૂરિયાત સારવાર કરી અને તેને દેખભાળ કરવામાં આવી હતી. પક્ષી સારું થયા પછી તેને ખુલ્લા આકાશમાં મુક્ત કરી દેવામાં આવે છે.

ચાલીસ જેટલા પક્ષીઓ થયા જીવલેણ દોરાથી ઘાયલ

અત્યાર સુધી ખેડા જિલ્લામાં આવેલ નડીઆદ તાલુકામાંથી 03 કાળી કાંકણસાર, 02 કાગળો, 02 પોપટ, 01 સફેદ ઢોંક, 02 ઇલેટ, 01 બગલો, 02 કાળા હંસ, 02 સારસ, 25 થી વધુ કબૂતર ટોટલ 40 થી વધુ પક્ષીઓ ઘાયલ થયેલા જોવા મળ્યા

હતા.

અન્ય તાલૂકાઓની વાત કરવા જઈએ તો તેમાં બહારથી આવતા અનેક

પક્ષીને ઘાયલ થયેલા જોવા મળ્યા હતા. આ પક્ષીઓને જોતાં લાગે છે કે

માણસોની

મઝા માટે પક્ષીઓની આઝાદી છીનવાઇ જતી હોઈ તેમ દેખાઈ રહ્યું છે.

Next Story