Connect Gujarat
Featured

ખેડા : માસ્કના નામે નકલી પોલીસ બની દંડ ઉઘરાવતી ટોળકી સક્રિય

ખેડા : માસ્કના નામે નકલી પોલીસ બની દંડ ઉઘરાવતી ટોળકી સક્રિય
X

કપડવંજ તોરણા ગામમાં નકલી પોલીસ બનીને બે ઈસમો માસ્ક બાબતે તોડપાણી કરતા હોવાનું બહાર આવ્યું છે. જે પૈકી એક ઈસમ ઝડપાયો હતો જ્યારે અન્ય ફરાર થઈ ગયો હતો.

કપડવંજ તાલુકાના તોરણા ગામમાં રહેતા મયુદ્દીન ગુલામહુસેન બેલીમ રીક્ષા લઇ કપડવંજ થી પોતાના ગામ તોરણા જઈ રહ્યા હતા તે દરમિયાન તોરણા ગામની હાઇસ્કુલ પાસે બે અજાણ્યા ઈસમો બાઇક લઇને પોલીસના વેશમાં આવી રીક્ષા ઉભી રખાવી માસ્ક બાબતે પૂછપરછ કરી હતી અને રૂપિયા પડાવવા પ્રયાસ કર્યો હતો.રિક્ષા ચાલકને બન્ને ઈસમો પર શંકા જતા તેઓની પૂછપરછ કરતા જેમાંથી એક ઈસમ સ્થળ પરથી બાઇક લઇને નાસી છુટ્યો હતો જ્યારે બીજા ઈસમને પકડી કપડવંજ રૂરલ પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. કપડવંજ પોલીસે સ્થળ પર પહોંચી નકલી પોલીસને દબોચી લઇ કાર્યવાહી શરૂ કરી હતી.જેમાં પકડાયેલ ઈસમનું નામ મનુ સોલંકી તેમજ ફરાર થયેલ ઈસમ પપ્પુ જાદવ અમદાવાદના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. બન્ને આરોપીઓ માસ્કના બહાને નકલી પોલીસ બની લોકો પાસે રૂપિયા પડાવતા હોવાનું બહાર આવ્યું છે

Next Story