Connect Gujarat
Featured

ખેડા : નડિયાદમાં ઘરફોડ ચોરીના ગુનામાં ચાર તસ્કરો ઝડપાયા, ચોરીનો મોટો ભેદ ઉકેલાયો

ખેડા : નડિયાદમાં ઘરફોડ ચોરીના ગુનામાં ચાર તસ્કરો ઝડપાયા, ચોરીનો મોટો ભેદ ઉકેલાયો
X

ખેડા જીલ્લાના નડિયાદ જીઆઇડીસી વિસ્તારમાં રહેતા એક કંપનીના માલિકના ઘરે બે મહિના પહેલા 51 લાખ રૂપિયા સહિતના મુદ્દામાલની ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો. નડિયાદ ગ્રામ્ય પોલીસે ચાર ચોર ઇસમોની ધરપકડ કરી 38 લાખ રૂપિયા રિકવર કર્યા છે.

નડીઆદના જીઆઇડીસી વિસ્તારમાં રહેતા એક કંપનીના માલિક ના ઘરે બે માસ અગાઉ ઘરમાં ચોરીની બીકે ખાનગી જગ્યાએ સંતાડી રાખેલ ૫૧ લાખ રોકડ અને દાગીના સહિતની ચાર ચોરોએ મકાન માલિક મહિલાને માર મારી ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે નડીઆદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોધવામાં આવી હતી જે આધારે પોલીસે સીસીટીવી અને ઝીણવટભરી તપાસ બાદ ચાર આરોપીઓની ધરપકડ કરી ૫૧ લાખ પૈકી અત્યાર સુધી ૩૮ લાખ ઉપરાંતનો મુદ્દામાલ રીકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .

ગત ૮ ડીસેમ્બરના રોજ મોડીરાત્રે ચાર ચોરો નડીઆદના કમળા હરિકૃષ્ણ એન્ટરપ્રાઈઝ ઉર્ફે સંઘવી ખોડીયાર માર્કેટ ફેકટરીમાં ગુપ્તરીતે પ્રવેશ કરી માલિકના પત્ની અને તેની બહેનના ઘરેણા,રોકડ અને દસ્તાવેજી કાગળો ચોરીની બીકે વિમલના ત્રણ થેલામાં ભરી ઘરની ખાનગી જગ્યાએ જ સંતાડી દીધા હતા. તેમ છતાં સંતાડેલ માલમત્તા સુધી ચોરોએ પહોંચી જઈ રોકડ અને દાગીના ભરેલા થેલા લઇ ફરાર થઈ રહ્યા હતા તે દરમિયાન જ મકાન માલિકના પત્ની સોનલબેન અરવિંદભાઈ ઝાલા અને તેમની બહેન જાગી જતા ચાર ચોરોએ તેમને માર મારી ૫૧ લાખ રોકડા અને ૧ લાખથી વધુના ઘરેણાની ચોરીના માલ સાથે ફરાર થઇ ગયા હતા. આ અંગે નડીઆદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોધવામાં આવતા રૂરલ પોલીસે સંજય રઈજીભાઈ તળપદા, દેવેન્દ્ર ઉર્ફે દેવો રાજુભાઈ તળપદા, નરેન્દ્ર સંતુભાઈ તળપદા અને દિનેશ ગોરધનભાઈ તળપદા સહીતના ચાર ઈસમોને સાડા બાર લાખથી વધુની રોકડ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. અને હાલ આ ચારેય ત્રણ દિવસના રિમાન્ડ ઉપર છે અને નડીઆદ રૂરલ પોલીસે તપાસ દરમિયાન અત્યાર સુધી ૩૮ લાખથી વધુની રોકડ રીકવર કરી ચોરીનો મોટો ભેદ ઉકેલ્યો છે.

Next Story