Connect Gujarat
Featured

ખેડા:વડતાલ સ્વામિનારાયણ મંદિરે ભગવાનને દ્રાક્ષનો શણગાર કરાયો,જુઓ કેટલી દ્રાક્ષનો કરાયો ઉપયોગ

ખેડા:વડતાલ સ્વામિનારાયણ મંદિરે ભગવાનને દ્રાક્ષનો શણગાર કરાયો,જુઓ કેટલી દ્રાક્ષનો કરાયો ઉપયોગ
X

સુપ્રસિધ્ધ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને અનોખો શણગાર કરવામાં આવ્યો હતો જેમાં અઢી હજાર કિલો દ્રાક્ષના ઉપયોગથી ભગવાનના વાઘા બનાવવામાં આવ્યા હતા અને તેના દ્વારા શણગાર કરાયો હતો

સામાન્ય રીતે મંદિરોમાં તહેવારો નિમિતે ભગવાને જુદા જુદા પ્રકારના શણગાર કરવામાં આવતા હોય છે પણ વડતાલ મંદિરમાં તો હમેશાં જ અન્ય મંદિરો કરતા અલગ જ પ્રકારના શણગાર માટે જાણીતું છે ,અને આજે વડતાલ મંદિરમાં નાશિકની દ્રાક્ષનો વિશેષ શણગાર કરવામાં આવ્યો જેમાં ૧૦૦ ,૨૦૦ ૫૦૦ કે હજાર કિલો નહિ પરંતુ બે હજાર પાંચસો કિલો દ્રાક્ષ વાપરવામાં આવી હતી . ખેડા જીલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ સ્વામી નારાયણ મંદિરમાં ફળનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. નાસિક ખાતે આવેલ સ્વામીનારાયણ મંદિરની વાડીમાં ઉગાડવામાં આવેલ દ્રાક્ષથી ભગવાન સ્વામીનારાયણ ,લક્ષ્મીનારાયણ દેવ ,અને હરિકૃષ્ણ મહારાજના વાઘા બનાવવામાં આવ્યા હતા અને ભગવાનને અર્પણ કરવામાં આવ્યા હતા. બાદમાં આ દ્રાક્ષને ભક્તોને પ્રસાદરૂપે આપવામાં આવશે

Next Story