Connect Gujarat
Featured

ખેડા : કપડવંજ શહેરમાં બેજવાબદાર નાગરિકો, કોરોનાથી બેખોફ જોવા મળ્યા

ખેડા : કપડવંજ શહેરમાં બેજવાબદાર નાગરિકો, કોરોનાથી બેખોફ જોવા મળ્યા
X

ખેડા જીલ્લાના કપડવંજ શહેરમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે પણ નાગરિકો બે જવાબદાર જોવા મળી રહ્યા છે. માસ્ક તેમજ સામાજિક અંતરના નિયમોના ધજાગરા ઉડાડી રહ્યા છે. પાલિકા તંત્ર અને પોલીસ નાગરિકોને નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ નીવડતા જોવા મળી રહ્યા છે.

ખેડા જીલ્લાના કપડવંજ તાલુકામાં કોરોનાના ૧૯ હજાર લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી ૧૮૬ જેટલા સંક્રમિતો સામે આવતા તેઓની સારવાર કરવામાં આવી હતી. જોકે ૪૯ હજારની વસ્તી ધરાવતું કપડવંજ શહેર તાલુકાનું મુખ્ય મથક હોવાથી તાલુકાભરના જુદા જુદા ગામડાઓમાંથી લોકો ખરીદી કરવા તેમજ કામ અર્થે આવે છે. શહેરના બજારોમાં ભીડ જોવા મળતી હોય છે, પરંતુ હાલ કોવિડ મહામારીને લઈને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યારે શહેરમાં ગ્રાહકો બિન્દાસ્ત જોવા મળે છે. ના માસ્ક કે ના સામાજિક અંતરનું પાલન થાય છે. બજારોમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકો કેમેરો જોઈને માસ્ક પહેરતા નજરે પડે છે. એક તરફ કોરોના સંક્રમણનો ખતરો વધી રહ્યો છે ત્યારે લોકોની બેદરકારી મોટી મુશ્કેલી સર્જી શકે છે. નગરપાલિકા તંત્ર તેમજ સ્થાનિક પોલીસ પ્રશાસન પણ અહીં નિયમન કરવવામાં નિષ્ફળ જોવા મળી રહ્યું છે.

Next Story