Connect Gujarat
ગુજરાત

કીમ : કામરેજના ઘલુડી ગામે અધિકારીઓ જમીન માપણી માટે પહોંચ્યા, જુઓ પછી શું થયું

કીમ : કામરેજના ઘલુડી ગામે અધિકારીઓ જમીન માપણી માટે પહોંચ્યા, જુઓ પછી શું થયું
X

દેશની સૌ

પ્રથમ બુલેટ ટ્રેન માટે હાલ જમીન સંપાદનની કાર્યવાહી ચાલી રહી છે પણ કેટલાય સ્થળોએ

ખેડૂતો જમીન સંપાદનનો વિરોધ નોંધાવી રહયાં છે. તેઓ જમીનની બજાર ભાવ પ્રમાણે કિમંત

આપવામાં આવે તેવી માંગણી કરી રહયાં છે. કામરેજ તાલુકાના ઘલુડી ગામે જમીનની માપણી

કરવા ગયેલા અધિકારીઓ ખેડૂતોના રોષનો ભોગ બન્યાં હતાં. ખેડૂતોએ એકત્ર થઇ કામગીરી

અટકાવી દીધી હતી.

ખેડૂતોનો

આક્ષેપ છે કે, તેમની સાથે

નરોવા કુંજરોવાનો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોની માંગણી છે કે, જમીનની નક્કી કરેલી જંત્રી નહિ પરંતુ

જમીનની બજાર કીમત જે ચાલે છે તે પ્રમાણે તેમને વળતર મળવું જોઈએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાા ડ્રીમ પ્રોજેકટ સમાન

બુલેટ ટ્રેન ઝડપથી દોડતી થઇ જાય તે માટે વહીવટીતંત્ર પણ કમર કસી રહયું છે.

ખેડૂતોના વિરોધ વચ્ચે પોલીસ બંદોબસ્ત સાથે જમીન માપણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી

છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 200થી વધારે પોલીસ જવાનોને

ખડકી દેવામાં આવ્યાં છે.

Next Story