Connect Gujarat
Featured

કોલકાતા: રેલ્વે બહુમાળી ઇમારતમાં આગ; 9 લોકોના મોત, મૃતકોના પરિવારને 10-10 લાખની સહાય

કોલકાતા: રેલ્વે બહુમાળી ઇમારતમાં આગ; 9 લોકોના મોત, મૃતકોના પરિવારને 10-10 લાખની સહાય
X

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં સ્ટ્રાન્ડ રોડની બહુમાળી બિલ્ડિંગમાં લાગેલી આગને કારણે નવ લોકોનાં મોત નીપજ્યાં છે. આ અકસ્માત બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને મૃતકના પરિવારને 10-10 લાખની આર્થિક સહાય અને પરિવારને રોજગાર આપવા જાહેરાત કરી હતી.

રેલ્વે ઓફિસમાં આવેલા મલ્ટિસ્ટોરી બિલ્ડિંગમાં લાગેલી આગ પછી ચાર ફાયર ફાઇટર્સ, બે રેલ્વે કર્મચારી અને એક પોલીસ કર્મચારી સહિત નવ લોકોનાં મોત નીપજ્યાં હતાં. ગઈકાલે સાંજે 6 વાગ્યે આ આગ શરૂ થઈ હતી. જે બાદ દસેકથી વધુ વાહન આગને કાબૂમાં લેવા સ્થળ પર પહોંચી હતી. આ બિલ્ડિંગમાં પૂર્વ રેલ્વે અને દક્ષિણ પૂર્વી રેલ્વેની ઝોનલ ઑફિસો અને ગ્રાઉન્ડ ફ્લોર પર કોંપ્યુટરાઇઝ્ડ ટિકિટ બુકિંગ સેન્ટર છે.

કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર ફિરહદ હકીમ અને ફાયર મંત્રી સુજિત બોઝ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સુજિત બોઝે જણાવ્યું હતું કે જગ્યા ઓછી હોવાને કારણે આગને કાબૂમાં લેવામાં સમસ્યા આવી રહી છે. મંત્રી સુજિત બોઝના જણાવ્યા મુજબ જે બિલ્ડિંગમાં અકસ્માત થયો હતો. તેરમા માળે પૂર્વ રેલ્વેની ઑફિસ છે. આગ લાગવાનું કારણ હજી સ્પષ્ટ થયું નથી. રેલવે મંત્રી પિયુષ ગોયલે કોલકાતા આગ અકસ્માત અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે પોતાનો જીવ ગુમાવનારા ફાયરમેન, રેલ્વે કર્મચારીઓ અને પોલીસ જવાનોને બહાદુર તરીકે શ્રદ્ધાંજલિ આપી.

Next Story