Connect Gujarat
ગુજરાત

કચ્છ : રણોત્સવ બાદ હવે માંડવી ખાતે યોજાશે “બીચ ફેસ્ટિવલ”, પર્યટનની મોસમ રહેશે યાથાવત

કચ્છ : રણોત્સવ બાદ હવે માંડવી ખાતે યોજાશે “બીચ ફેસ્ટિવલ”, પર્યટનની મોસમ રહેશે યાથાવત
X

કચ્છ જિલ્લાનું ધોરડો ટેન્ટ સિટી આકર્ષણ જગાવે છે, તેવી જ રીતે માંડવી બીચ ખાતે

“બીચ ફેસ્ટિવલ” આવતા માસથી યોજવામાં આવી રહ્યો છે. કચ્છમાં રણોત્સવ પૂર્ણ થયા બાદ બીચ ફેસ્ટિવલ શરૂ કરવામાં

આવતા આવનારા દિવસોમાં પર્યટનની

મોસમ જળવાયેલી રહેશે.

સફેદ રણ ધોરડો ખાતે દર વર્ષે ટેન્ટ સિટી ઉભીમાં 450 જેટલા ટેન્ટ ગોઠવવામાં આવે છે. અહી આવતા પ્રવાસીઓ ટેન્ટ સિટીમાં રોકાઈને અદભૂત આનંદની લાગણી અનુભવે છે, ત્યારે પ્રવાસન

વિભાગ દ્વારા કચ્છના માંડવી દરિયા કિનારે પણ ટેન્ટ સિટી ઉભી કરવામાં આવશે.

માંડવીના રમણીય બીચ પર 2 માસ સુધી “બીચ

ફેસ્ટિવલ” યોજવામાં આવશે. તા. 12 માર્ચના રણોત્સવ સમાપ્ત થયા બાદ માંડવી બીચ પર “બીચ ફેસ્ટિવલ”નો પ્રારંભ થશે.

જેમાં દરિયા કિનારે 50 જેટલા ટેન્ટ ઉભા કરાશે. ઉપરાંત સાંસ્ક્રુતિક કાર્યક્રમો પણ યોજાશે.

શિયાળો પૂર્ણ થવા આવ્યો છે, ત્યારે માર્ચ મહિનામાં ઉનાળાના પ્રારંભે દરિયા કિનારે સહેલાણીઓની

સંખ્યા વધવા પામશે. આ વર્ષે ટેન્ટ

સિટી થકી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે. ઉપરાંત સ્થાનિકોને રોજગારી મળશે. તો સાથે જ ક્ચ્છ જિલ્લામાં પ્રવાસન સિઝન બરકરાર

રહેશે.

Next Story