Connect Gujarat
Featured

કચ્છ : ચપરેડી ગામે કમોસમી વરસાદથી ખેતરોમાં ભરાયા પાણી, પાક નષ્ટ થવાની ભિતિ

કચ્છ :  ચપરેડી ગામે કમોસમી વરસાદથી ખેતરોમાં ભરાયા પાણી, પાક નષ્ટ થવાની ભિતિ
X

કચ્છમાં આ વખતે હવે નવરાત્રીમાં પણ વરસાદ પડતાં ખેતરોમાં ઉભા પાક પર આફત સર્જાઈ છે જેથી ખેડૂતોની દિવાળી બગડશે તેવી સ્થિતિ સર્જાઈ છે. ખેતરોમાં પાણીનો ભરવો થતાં પાક બળી જવાની સંભાવનાઓ ઉભી થઇ છે.

કચ્છમાં આ વખતે 260 ટકા જેટલો વરસાદ પડતા અતિવૃષ્ટિ જાહેર થઈ છે જેથી ક્ચ્છ જિલ્લામાં તમામ ખેડૂતોને સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવશે. છેલ્લા બે દિવસથી સાંજ પડતાની સાથે જ કમોસમી માવઠા શરૂ થઈ ગયા છે. ભુજ, અંજાર, રાપર, ભચાઉ, ગાંધીધામ, માંડવી,અબડાસા સહિતના વિસ્તારોમાં કમોસમી માવઠાથી લોકો પરેશાન બન્યા છે તો ખેડુતોનો પાક પણ ખરાબ થઈ ગયો છે. મગફળી,કપાસ સહિતના પાકો તૈયાર થઈને લણણીના આરે ઉભા છે ત્યારે કમોસમી વરસાદથી પાણી ભરાઈ જવાથી પાક ખરાબ થયો છે મહામુસીબતે ઉગેલા મોલ ખરાબ થવા લાગતા ખેડુતોની દિવાળી બગડશે તેવા એંધાણ છે આ વખતે મેઘરાજાના કોપાયમાન રૂપથી જિલ્લામાં ખેતીને ભારે ખાના ખરાબી થઈ છે ભુજ તાલુકાના ચપરેડી ગામના ખેડૂતોએ પોતાની આપવીતી વર્ણવી હતી.

Next Story