Connect Gujarat
Featured

કચ્છ : ઐતિહાસિક ધરોહર રામકુંડમાં ગટરના પાણી ફરી વળ્યા, પાલિકાની બેદરકારીના પાપે શહેરની સુંદરતા છીનવાઇ

કચ્છ : ઐતિહાસિક ધરોહર રામકુંડમાં ગટરના પાણી ફરી વળ્યા, પાલિકાની બેદરકારીના પાપે શહેરની સુંદરતા છીનવાઇ
X

કચ્છ જિલ્લાનું પાટનગર ભુજ અને ભુજનું હૃદય હમીરસર તળાવ, ત્યારે તાજેતરમાં પડેલા ભારે વરસાદથી ભુજનું હમીરસર તળાવ 5 વર્ષ બાદ છલકાઈ જતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જોકે નઘરોળ તંત્રના પાપે ભુજની રોનકને ઝાંખપ લાગી ગઈ છે. વિશાળ જગ્યામાં ફેલાયેલા હમીરસર તળાવમાં ગટરના પાણી આવી ગયા છે, તો ઐતિહાસિક ધરોહર રામકુંડમાં પણ ગટરના પાણી આવી જતા નિર્મળ જળ લીલું થઈ ગયું છે.

રાજાશાહી સમયમાં હમીરસર તળાવ અને રામકુંડ બનાવવામાં આવ્યું હતું, જેની રચના આબેહૂબ છે. હમીરસર તળાવમાં રઘુનાથજીના આરા પાસે બનાવેલા હાથીની સમકક્ષ પાણી આવી જાય તો તળાવ છલકાઈ ગયાનું માનવામાં આવે છે. હમીરસરમાં હાથીના પગ પાસે પાણી પહોંચે એટલે રામકુંડમાં દિવેલા સુધી પાણી આવી જાય છે. આ એક રાજાશાહી રચના છે. જેને આજના એન્જીનિયર પણ સમજી શકે એમ નથી. જોકે નગરપાલિકાની બેદરકારીના કારણે આજે હમીરસર તળાવ અને રામકુંડમાં લીલા પાણી થયા છે. ભાનુશાલી નગર, હરિપર રોડ, ઉમેદનગર, સંસ્કારનગર, ગણેશનગરના ગટરના પાણી તળાવની આવમાં આવતા ઐતીહાસિક રામકુંડ હવે દુર્ગધ ધરાવતું બન્યું છે.

રામકુંડ ઐતિહાસિક ધરોહર છે. વરસાદી પાણીમાં રામકુંડ ભરાઈ ગયું છે. પરંતુ ગટરના પાણી આવી જતા અહીં લિલ પથરાઈ ગઈ છે. જેથી પાણી લીલું બની જતા વાસ મારે છે. જો આવુ ને આવું રહ્યું તો ભુજના દેશલસર તલાવમાં જલકુંભી વહેલે ઘર બનાવ્યું છે, તેવી જ હાલત રામકુંડ અને હમીરસરની થઈ જશે. ભુજ નગરપાલિકાની બેદરકારીના પાપે શહેરની સુંદરતા છીનવાઇ છે. હમીરસર વધાવવના જેટલા ઓરતા શાસકોને હતા તેટલા હમીરસર અને રામકુંડને જાળવી રાખવાના હતા જેનું સીધુ ઉદાહરણ ભુજની હાલની પરિસ્થિતિ છે.

Next Story