Connect Gujarat
Featured

કરછ: રામમંદિરના નિર્માણમાં નિધિ એકત્રિત કરવા નિકળી રથયાત્રા અને વાહનો ભડકે બળ્યા, જુઓ શું છે આખો મામલો

કરછ: રામમંદિરના નિર્માણમાં નિધિ એકત્રિત કરવા નિકળી રથયાત્રા અને વાહનો ભડકે બળ્યા, જુઓ શું છે આખો મામલો
X

કચ્છનાં ગાંધીધામ તાલુકાના કિડાણા ગામમાં ગઈકાલે સાંજે જૂથ અથડામણનો બનાવ બન્યો હતો. જેમાં વાહનોમાં આગ પણ ચાંપી દેવાઈ હતી આ ઘટનામાં એક વ્યક્તિની હત્યા પણ થઈ હતી ત્યારે સમગ્ર બનાવના ઘેરા પ્રત્યાઘાત પડતા હિન્દૂ સંગઠનો દ્વારા આદિપુરમાં તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી.

અયોધ્યામાં ભગવાન શ્રી રામનું રૂ.700 કરોડના ખર્ચે ભવ્યાતિભવ્ય મંદિર તૈયાર થઈ રહ્યું છે ત્યારે દરેક હિંદુઓઆ મંદિર નિર્માણ કાર્યમાં સહભાગી થાય તેવા ઉદ્દેશ સાથે ક્ચ્છ સહિત જુદા જુદા વિસ્તારમાં રામ મંદિર નિર્માણ માટે સમર્પણ રાશિ એકત્ર કરવા રથયાત્રા યોજવામાં આવે છે. જો કે આ યાત્રા દરમ્યાન રવિવારે જિલ્લામાં બે સ્થળોએ જૂથ અથડામણ થતા ચિંતા પ્રસરી હતી મુન્દ્રા તાલુકાના સાડાઉ ગામે રામ મંદિરને લઈને હિન્દૂ યુવાઓ તરફથી રથયાત્રા નીકળી હતી જેમાં જૂથ અથડામણ થયા બાદ પોલીસ દ્વારા ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

દરમિયાન પૂર્વ કચ્છનાં ગાંધીધામ તાલુકાના કીડાણામાં રામ મંદીર સમર્પણ નિધિ માટેની રથયાત્રા પસાર થઇ ત્યારે કોઈ બાબતે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો એક તબક્કે મામલો સંગીન બની જતા વાહનોમાં આગ ચાંપી દેવાઈ હતી અને પથ્થરમારો કરાયો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પણ પડ્યા છે હિન્દુ સંગઠન દ્વારા આજે આદિપુરના પંચમુખી હનુમાન મંદિર ખાતે બેઠક યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સમાજના યુવાઓ અને આગેવાનો જોડાયા હતા આઈજી અને પોલીસવડાને આ ઘટનામાં કડક કાર્યવાહી કરવા માટે રજુઆત કરાઇ છે. આ ઘટનામાં અત્યાર સુધી 40 જેટલા શખ્સોને પોલીસે રાઉન્ડ અપ કર્યા છે તો એક વ્યક્તિની હત્યા થતાં પોલીસે મર્ડરનો ગુન્હો પણ દાખલ કરવામાં આવ્યો છે.પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા 40 ટિયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા.

Next Story