Connect Gujarat
Featured

કચ્છ : વામકા ગામે બન્યું ભૂકંપમાપક સંશોધન કેન્દ્ર, સંશોધન અર્થે સિસ્મોલોજી રિસર્ચના વૈજ્ઞાનિકોની ટીમ આવી પહોચી

કચ્છ : વામકા ગામે બન્યું ભૂકંપમાપક સંશોધન કેન્દ્ર, સંશોધન અર્થે સિસ્મોલોજી રિસર્ચના વૈજ્ઞાનિકોની ટીમ આવી પહોચી
X

કચ્છ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ભૂકંપનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે વાગડ ફોલ્ટલાઇન સક્રિય બનતા લોકોમાં ભય ફેલાયો છે. વાગડ ફોલ્ટલાઇન પસાર થાય છે, તેવા ભચાઉ તાલુકાના વામકા ગામે રાજ્યના સિસ્મોલોજી વિભાગ દ્વારા ઊભા કરાયેલા સિસ્મોલોજી કેન્દ્રની મહત્ત્વની ભૂમિકા છે, ત્યારે હવે અહીં નિષ્ણાંતોએ સંશોધન માટે પડાવ નાખ્યો છે.

કચ્છમાં જે ગામના પેટાળમાંથી ફોલ્ટલાઇન પસાર થાય છે, તેવા વામકા ગામની ભૂમિ ઉપર જ ભૂકંપમાપક સંશોધન કેન્દ્ર બન્યું છે. જેમાં 24 કલાક મશીનો કામ કરે છે. જેથી ભૂકંપના આંચકાની અહીં નોંધણી થાય છે. નાની બન્નીથી અમરાપર, દુધઇથી દેશલપર ડાવરી સુધી 63 કિમીની વાગડ ફોલ્ટલાઇન પસાર થાય છે. અહીંના પેટાળમાં વાગડ ફોલ્ટલાઇન એક અને બે ભાગમાં સક્રિય છે. વામકા નિરીક્ષણ કેન્દ્રમાં રોજ આફ્ટરશોક નોંધાય છે. નાનકડા ટિફિન જેવાં આ મશીન જમીનમાં થતા કંપનને કેદ કરી લે છે.

કચ્છ જિલ્લામાં સુવઇ, જંગી, ભચાઉ, દુધઇ, લાકડિયા, નેર, લોદ્રાણી, દેશલપર-ડાવરી, ધોળાવીરા, બાદરગઢ, બેલા ઉપરાંત ભુજ, અંજાર, માંડવી, મુંદરા, ધ્રંગ, લોડાઇ આ તમામ સ્થળે યંત્ર મૂકવામાં આવ્યા છે. આ મશીનોને મેગ્નેટિક ઇન્સ્ટ્રુમેન્ટ કહેવામાં આવે છે, ત્યારે ગાંધીનગર ખાતેના સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરમાંથી વૈજ્ઞાનિકોની ટીમ રવિવારે આવેલા 5.3ની તીવ્રતાવાળા ભૂકંપના સંશોધન અર્થે કચ્છ આવી પહોચી સંશોધન શરૂ કર્યું છે.

Next Story