Connect Gujarat
ગુજરાત

કચ્છ : સાંધી જેટી નજીક ટેમ્પોએ મારી પલટી, ઘટના સ્થળે 1નું મોત અને પહોચી 17ને ઇજા

કચ્છ : સાંધી જેટી નજીક ટેમ્પોએ મારી પલટી, ઘટના સ્થળે 1નું મોત અને પહોચી 17ને ઇજા
X

કચ્છ જિલ્લાના

અબડાસા તાલુકાના સાંધી જેટી નજીક ટેમ્પો પલટી મારી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો

હતો. અકસ્માતના બનાવમાં એકનું મોત નીપજ્યું હતું, જ્યારે 17 જેટલા

લોકોને ગંભીર ઇજાઓ પહોચી હતી.

અબડાસા તાલુકાના

સાંધી જેટી નજીક એક મીની ટેમ્પો ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ટેમ્પો પલટી

મારી ગયો હતો. ટેમ્પો પલટી મારી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેના પગલે ટેમ્પો સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અંદાજે 17 જેટલા લોકો ગંભીર રીતે

ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને પ્રથમ સારવાર અર્થે નલિયા બાદ વધુ સારવાર

માટે ભુજ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના બનાવ બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી

હતી.

Next Story