Connect Gujarat
ગુજરાત

ઉંદરની આંગળી પકડી લાયબ્રેરી જતા ઇકો ફ્રેન્ડલી ગણેશ

ઉંદરની આંગળી પકડી લાયબ્રેરી જતા ઇકો ફ્રેન્ડલી ગણેશ
X

ગણેશજીને ઉંદર પૂછે છે દાદા “આપણે ક્યાં જઈ રહ્યા છીએ ? તો ગણેશજી કહે છે “લાયબ્રેરી ચલે હમ” અને આમ તેઓ ઉંદરની આંગળી પકડી કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરીમાં પધારે છે. તેઓ દસ દિવસ લાયબ્રેરીમાં રોકાવવાના છે તો આપ પણ એમને મળવા લાયબ્રેરીમાં આવશોજી.

ભરૂચમાં કે.જે. ચોકસી પબ્લિક લાયબ્રેરી આ ગણેશ ઉત્સવમાં “લાયબ્રેરી ચલે હમ” વિષય પર ગણેશજીની સ્થાપના કરી છે. જેમાં તેઓ ઉંદરની આંગળી પકડી લાયબ્રેરી તરફ જતા દર્શાવવામાં આવ્યા છે. સાથે સાથે નાના નાના ઉંદરો પુસ્તક વાંચતા દર્શાવવામાં આવ્યા છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="65454,65455,65456,65457,65458"]

પૂર્ણ માટીમાંથી સર્જન પામેલા આ ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ અદભૂત છે. સરસ મજાનો માટીનો કોટ પહેરીને તેઓ લાયબ્રેરી તરફ જતા દર્શાવામાં આવ્યા છે. ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિના મૂર્તિકાર અને ગ્રંથપાલ નરેન સોનાર દર વર્ષે આવી નવા નવા વિષય આધારિત ગણેશજીનું સ્થાપન કરે છે. જેઓનો એક માત્ર ઉદેશ્ય સમાજિક જાગરૂકતા લાવવાનો રહ્યો છે.

ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિથી તેઓ એ પણ કહે છે કે આ ઉત્સવ દેખા દેખીનો ઉત્સવ નથી પણ એકમેકની ખુશીમાં સામેલ થવાનો ઉત્સવ છે, જેમાં એક્ત્વતાની ભાવના સામેલ છે. સામુહિક આનંદનો આ ઉત્સવ આપણને કંઇક નવું શીખવવા માટે આવે છે જેમાંથી બોધ લઇ આપણે સર્વને અનુકુળ થઈએ એ જ મર્મ સામેલ છે.

Next Story