Connect Gujarat
લાઇફસ્ટાઇલ

શું ડાર્ક સર્કલથી પરેશાન છો ! તો આ સામગ્રીનો ઉપયોગ કરવાથી થશે ફાયદો

શું ડાર્ક સર્કલથી પરેશાન છો ! તો આ સામગ્રીનો ઉપયોગ કરવાથી થશે ફાયદો
X

જીવનશૈલી આપણા સ્વાસ્થ્ય પર ખૂબ અસર કરે છે. સવારે ઉઠવાથી લઈને ખાવા-પીવા, ચાલવા, વર્કઆઉટ, જોબ, તણાવ, હતાશા આ બધા આપણાં સ્વાસ્થ્યને ક્યાંકને ક્યાંક સારું કે ખરાબ બનાવે છે અને તેની અસર આપણા ચહેરા પર અરીસાની જેમ દેખાય છે. કોરોનકાળમાં કલાકો સુધી કમ્પ્યુટર, મોબાઈલમાં જોતા રહેવાના કારણે આપણી જીવનશૈલી પર ઊંડી અસર થઈ છે.

ઊંઘનો અભાવ, તણાવ, પ્રકૃતિથી અંતર, આ બધાની અસર આપણી આંખો અને ત્વચા પર દેખાય છે. જેની એક અસર આંખો નીચેના ડાર્ક સર્કલ્સ છે. હા, આંખ નીચે ડાર્ક સર્કલ્સનો ઈલાજ કરવા માટે સૌપ્રથમ તમારે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ આ સાથે, જો તમે કેટલાક ઘરેલું ઉપાયોની મદદ લેશો, તો તમે ડાર્ક સર્કલ્સથી છૂટકારો મેળવી શકો છો. આ વસ્તુઓ તમારા રસોડામાંથી જ તમને મળી રહેશે. તો જાણીએ એ કઈ વસ્તુઓ છે.

ટી બેગ્સ:

સામાન્ય રીતે આપણે ચા બનાવ્યા બાદ ટી બેગ્સને કચરા પેટીમાં નાંખી દઈએ છીએ. પરંતુ ડાર્ક સર્કલ્સ દૂર કરવામાં તે તમને મદદરૂપ થઇ શકે છે. ટી બેગ્સને વાપર્યા બાદ તેને ધોઈને ફ્રિજમાં મૂકી દો. તેને રાત્રે સૂતા પહેલા ફ્રીજમાંથી બહાર કાઢો અને રોજ 10 મિનિટ સુધી તેને આંખો પર મૂકો. તમને તેનો ચમત્કારિક ફાયદો મળશે.

ટામેટું:

ડાર્ક સર્કલને દૂર કરવા માટે તમે ટામેટાનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે એક ચમચી ટામેટાની પેટ્સમાં લીંબુના કેટલાક ટીંપા મિક્સ કરો લો. આ મિશ્રણને તમારી આંખો નીચે ડાર્ક સર્કલ્સ પર લગાવી દો. તેને 10 મિનિન લગાવેલું જ રાખો અને બાદમાં તેને ઠંડા પાણીથી ધોઈ લો.

કાકડી:

જયારે પણ તમને થોડો ફ્રી ટાઈમ મળે, ફ્રિજમાં મુકેલી કાકડીની સ્લાઈસ કાપીને આંખો પર મૂકીને આરામ કરો. જો તમને આ આદત થઇ ગઈ, તો ડાર્ક સર્કલ્સ ખુબ જ જલ્દી ગાયબ થઇ જશે.

બદામનું તેલ:

બદામના તેલમાં રહેલું વિટામિન ઈ સ્કિનને પોષણ આપે છે. તેની મદદથી તમે ડાર્ક સર્કલ્સના ડાઘથી છૂટકારો મેળવી શકો છો. રોજ રાત્રે તમે સૂતા પહેલા આંખોને ધોઈ લો અને તેને લૂસીને ડાર્ક સર્કલ્સના એરિયા પર થોડું બદામ તેલ લગાવો. બદામ તેલને લગાવીને તેનું મસાજ કરો અને સવારે ઉઠીને ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો.

Next Story