Connect Gujarat
ગુજરાત

ગુજરાતી ફિલ્મ લવની લવ સ્ટોરી, જુઓ ફીલ્મના કલાકારો શું કહે છે

ગુજરાતી ફિલ્મ લવની લવ સ્ટોરી, જુઓ ફીલ્મના કલાકારો શું કહે છે
X

ગુજરાત- 11 બાદ પ્રતિક ગાંધીની વધુ એક ફીલ્મ લવની લવ સ્ટોરી શુક્રવારના રોજ રીલીઝ થઇ ચુકી છે. ફીલ્મના કલાકારોએ કનેકટ ગુજરાત સાથેની ખાસ વાતચીતમાં ફીલ્મ વિશે જણાવ્યું હતું.

દિન પ્રતિદિન બનતી ઘટનાઓમાંથી હંમેશા કઈક કંઈક નવું શીખવા મળતું હોય છે ત્યારે આવી જ ઘટનાઓને આવરી લેતી એક ગુજરાતી ફિલ્મ "લવની લવ સ્ટોરી" શુક્રવારના રોજથી સિનેમાઘરોમાં આવી ચુકી છે. ફીલ્મ લવની લવ સ્ટોરી ગુજરાતી દર્શકો માટે અલગ અલગ પ્રેમ કહાનીઓ લઇને આવી રહી છે. એક શેફને પોતાની લાઈફની 10 થી 12 જેટલી અલગ અલગ લવ સ્ટોરી છે જેમાં લોકોને હસવાની સાથે કંઈક નવુજ શીખવા મળી શકે છે. જીવનમાં બ્રેકઅપ થયા બાદ યા તો એક તરફી પ્રેમમાં લોકો ભાન ગુમાવી દેતા હોય છે. આવા કિસ્સાઓમાં તેઓ ન ભરવાના પણ પગલાં ભરતાં હોય છે ત્યારે જીવનની આવી સ્થિતિને ફીલ્મમાં દર્શાવવામાં આવી છે. ગુજરાતની પ્રથમ સ્પોર્ટસ ફીલ્મ ગુજરાત -11 બાદ જાણીતા અભિનેતા પ્રતિક ગાંધી લવની લવ સ્ટોરીમાં અભિનયના ઓજસ પાથરી રહયાં છે. ફીલ્મના અભિનેતા પ્રતિક ગાંધી અને અભિનેત્રી શ્રધ્ધા ડાંગરે કનેકટ ગુજરાત સાથે ખાસ વાતચીત કરી હતી.

Next Story