Connect Gujarat
દેશ

મધ્યપ્રદેશ સંગ્રામ : બેંગલુરુમાં બળવાખોરોને મળવા પહોંચેલા દિગ્વિજય હીરાસતમાં, રિસોર્ટ બહાર કર્યા હતા ધરણાં

મધ્યપ્રદેશ સંગ્રામ : બેંગલુરુમાં બળવાખોરોને મળવા પહોંચેલા દિગ્વિજય હીરાસતમાં, રિસોર્ટ બહાર કર્યા હતા ધરણાં
X

કોંગ્રેસના નેતા

દિગ્વિજય સિંઘ બુધવારે સવારે બેંગ્લોર પહોંચ્યા અને બળવાખોર ધારાસભ્યોને મળવાનો

પ્રયત્ન કર્યો. જો કે પોલીસે તેમને રિસોર્ટની બહાર અટકાવ્યા હતા, ત્યારબાદ તેઓ ધરણા

પર બેઠા હતા.

મધ્યપ્રદેશ રાજ્યની

રાજનીતિનો પારો સતત વધી રહ્યો છે. બુધવારે સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી થવાની

છે, પરંતુ આ પહેલા કર્ણાટકના બેંગલુરુમાં હંગામો થયો હતો. કોંગ્રેસના નેતા

દિગ્વિજય સિંહ બુધવારે સવારે પાર્ટીના 16 બળવાખોર ધારાસભ્યોને મળવા બેંગ્લોર

પહોંચ્યા હતા, પરંતુ અહીં પોલીસે તેમને અટકાવ્યા હતા. જે બાદ દિગ્વિજય સિંહ, ડી.કે.શિવકુમાર અને

કોંગ્રેસના અન્ય નેતાઓ ત્યાં ધરણા પર બેઠા હતા. બાદમાં દિગ્વિજય સિંહની અટકાયત

કરવામાં આવી હતી.

મંગળવારે સવારે

કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ બેંગ્લોર પહોંચ્યા ત્યારે કર્ણાટક કોંગ્રેસના નવા

પ્રમુખ ડી.કે.શિવકુમારે તેમનું સ્વાગત કર્યું હતું. જે બાદ મોટી સંખ્યામાં નેતાઓ

બેંગાલુરુના રમાડા રિસોર્ટ પહોંચ્યા હતા, જ્યાં કોંગ્રેસના

બળવાખોર ધારાસભ્યો હાજર છે. આ રિસોર્ટમાં 16 બળવાખોર ધારાસભ્યોની સાથે, જેનું રાજીનામું

સ્વીકારવામાં આવ્યું છે તે ધારાસભ્યોએ પણ મૌજૂદ છે.

રિસોર્ટની બહાર

પોલીસે દિગ્વિજયસિંહને અંદર જતા અટકાવ્યો ત્યારે તે ધરણા પર બેઠા હતા. મોઢા પર

માસ્ક પહેરીને પહોંચેલા દિગ્વિજય સિંહ સાથે કોંગ્રેસના સેંકડો કાર્યકરો પણ હાજર

હતા, જેઓ સતત ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.

દિગ્વિજયસિંહે અહીં

જણાવ્યું હતું કે તેઓ રાજ્યસભાના ઉમેદવાર છે અને 26 માર્ચે મતદાન થવાનું છે. મારા

ધારાસભ્યોને અહીં કેદ કરવામાં આવ્યા છે, તેઓ મારી સાથે વાત

કરવા માગે છે પરંતુ તેમનો ફોન બંધ કરવામાં આવ્યો છે. પોલીસ મને ધારાસભ્યોને મળવા

નથી દેતી, આ ધારાસભ્યોની સલામતી માટે ખતરો છે.

Next Story