Connect Gujarat
Featured

111 દિવસ બાદ આજે પાવાગઢ ડુંગર પર મહાકાળી માતાનું મંદિર ખુલ્યુ, આટલી ઉમરના લોકોને નહીં મળે પ્રવેશ

111 દિવસ બાદ આજે પાવાગઢ ડુંગર પર મહાકાળી માતાનું મંદિર ખુલ્યુ, આટલી ઉમરના લોકોને નહીં મળે પ્રવેશ
X

ભારતની 64 જેટલી શક્તિપીઠ પૈકીના પાવાગઢ ડુંગર પર બિરાજમાન માતા કાલિકા માતાજીનું મંદિર અનલોક દરમ્યાન 111 દિવસ બાદ ભક્તોને દર્શન કરવા માટે ખોલવામાં આવ્યું છે.

જેને પગલે ભક્તો દર્શન માટે પહોંચી રહ્યા છે. કોરોના વાઈરસના કહેર અને વિકાસના ચાલુ કામોને લઇને માઈ ભક્તો માટે મંદિર દર્શન માટે બંધ રાખવામાં આવ્યું હતું. આજે સવારે 6 વાગ્યા થી સાંજે 7:30 વાગ્યા સુધી સરકારી ગાઇડલાઇન પ્રમાણે દર્શનાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ અને મોઢા પર માસ્ક પહેરીને દર્શન કરવા માટે માઈ ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. જોકે 10 વર્ષથી ઓછી અને 65 વર્ષની ઉપરની ઉમરના લોકોને મંદિરમાં પ્રવેશ નહીં મળે.

સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની સરકારી ગાઇડલાઇનનું પાલન કરવા માઈ ભક્તોને શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી હતી. પાવાગઢ મંદિરમાં પ્રસાદ અને ભોજન શાળાની સેવા હાલ પુરતી બંધ રાખવામાં આવી છે. માચીથી ડુંગર સુધી રોપવે ઉંડનખટોલા સેવા શરૂ કરવા સંચાલકો દ્વારા તૈયારીઓ પુરી કરી લેવાઇ માં આવી છે, જે ભક્તોને ઘરે બેઠા માતાજીના દર્શન કરવા હોય તેઓને ઓનલાઇન વેબસાઈટ ઉપરથી માતાજીના દર્શન કરી શકશે.

Next Story