મહારાષ્ટ્રમાં અબકી બાર, ઠાકરે સરકાર, ઉદ્ધવે વિપક્ષના હોબાળા વચ્ચે 169 મત મેળવ્યા

New Update
મહારાષ્ટ્રમાં અબકી બાર, ઠાકરે સરકાર, ઉદ્ધવે વિપક્ષના હોબાળા વચ્ચે 169 મત મેળવ્યા

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર બહુમતી પરીક્ષણમાં સફળ રહી છે. ઠાકરે

સરકારને બહુમતી સાબિત કરવા માટે 145 મતોની જરૂર હતી અને તેમને 169 મત મળ્યા હતા.

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર બહુમતી પરીક્ષણમાં સફળ રહી છે. ઠાકરે સરકારને બહુમતી સાબિત કરવા માટે 145 મતોની જરૂર હતી અને તેમને 169 મત મળ્યા હતા. તમને જણાવી દઈએ કે બહુમતી પરીક્ષણ પહેલા ગૃહમાં ભારે હોબાળો થયો હતો. ભાજપના નેતા અને ભૂતપૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, મહારાષ્ટ્ર વિધાનસભા સત્ર બંધારણીય ધારાધોરણો મુજબ યોજવામાં આવ્યા નથી. તેમણે પ્રોટેમ સ્પીકરના પરિવર્તન પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે, સ્પીકર વિના વિશ્વાસનો મત ના થઈ શકે. તેમણે કહ્યું હતું કે ભારતમાં કાર્યકારી અધ્યક્ષને ક્યારેય બદલવામાં આવ્યા નથી, તો ભાજપના કાલિદાસ કોલમ્બકરને કેમ પદ પરથી હટાવવામાં આવ્યા. આ નિયમોની વિરુદ્ધ છે.

મહારાષ્ટ્રમાં નિયમના કારણે હવે ફરી આવી શકે છે ટ્વિસ્ટ? ભાજપે કહ્યું-  જઈ  શકીએ છે સુપ્રીમ કોર્ટ!

જોકે, કાર્યકારી વિધાનસભા અધ્યક્ષ દિલીપ વાલ્સે પાટીલે ફડણવીસના દાવાઓને નકારી કાઢતાં કહ્યું હતું કે, રાજ્યપાલની પરવાનગી બાદ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન ગૃહમાં વિપક્ષે 'દાદાગીરી નહીં કરે' ના નારા લગાવ્યા હતા. હોબાળો વચ્ચે ભાજપે ગૃહમાં થી વોક આઉટ કર્યું હતું અને ફડણવીસ સહિતના પાર્ટીના ધારાસભ્યો ગૃહની બહાર નીકળી ગયા હતા. ત્યાર બાદ વિશ્વાસ મતની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. જણાવી દઈએ કે કોંગ્રેસ, શિવસેના અને એનસીપીના 288 સભ્યોની વિધાનસભામાં કુલ 154 ધારાસભ્યો છે. આવી સ્થિતિમાં ઠાકરે સરકારને કેટલાક સ્વતંત્ર ધારાસભ્યો અને બહુજન વિકાસ આઘડીના ધારાસભ્યોનો ટેકો પણ મળ્યો છે.

જો કે વિશ્વાસ મતમાં અસદુદ્દીન ઓવેસીની પાર્ટી AIMIM ના બંને ધારાસભ્યોએ તટસ્થ રહ્યા હતા. તેમની સાથે મળી કુલ 4 ધારાસભ્યોએ ના

ફડણવીસનો સાથ આપ્યો હતો કે ના શિવસેના. તેઓ ન્યુટ્રલ રહ્યા હતા. તો આ સાથે જ

મહારાષ્ટ્ર વિકાસ અઘાડીના ગઠબંધને વિધાનસભામાં શક્તિ પરીક્ષણ પાસ કરી લીધું હતું.

હવે જોવું એ રહ્યું કે ભાજપ આગળ શું કાર્યવાહી કરે છે? અને

શિવસેના સરકાર કેટલી ટકે છે? 5 વર્ષ પૂરા કરશે કે કેમ?