Connect Gujarat
ગુજરાત

સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષપણા હેઠળ દેડીયાપાડા ખાતે યોજાઇ દૂધ ઉત્પાદકની એક મિટિંગ

સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષપણા હેઠળ દેડીયાપાડા ખાતે  યોજાઇ દૂધ ઉત્પાદકની એક મિટિંગ
X

આ આદીવાસી વિસ્તારમા તેઓ એક દાણ ફેકટરી નાખવાનુ આયોજન

કાર્યક્રમમા મિલ્ક ડે તરીકે જે સભાસદો બોનસ આપવાની જાહેરાત કરી હતી તે બોનસના ચેક વિતરણ કરવામા આવ્યા

આજરોજ ડેડીયાપાડા મુકામે ગુજરાત મિલ્ક કો ઓપરેટિવ ફેડરેશનના આર્થિક સહયોગથી ભરૂચ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી,ના સહયોગ થી ભરૂચ જિલ્લા દૂધ ઉત્પાદકની એક મિટિંગ ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષપણા હેઠળ રાખવામા આવી હતી.

આ પ્રસંગે તેઓએ આ દૂધ ધારા ડેરી ભરૂચ અને નર્મદા જિલ્લાની જીવાદોરી ગણાવી હતી અને આ ડેરી હાલ ખૂબ પ્રગતિ કરી રહી છે. આ ડેરી વહીવટ કરતા તરીકે ધનશ્યામ પટેલ કે જેઓના વહીવટી કુશળતાથી આજે તમામ સભાસદોને વધુને વધુ કેમ લાભ થાય તથા સભાસદોની સ્થીતી વધુને વધુ આર્થિક મજબૂત થાય તેવા સતત પ્રયત્ન કરતા રહયા છે.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="59451,59452,59453,59454,59455"]

આજે આ આદીવાસી વિસ્તારમા તેઓ એક દાણ ફેકટરી નાખવાનુ આયોજન કરી રહ્યા છે. જે ખરેખર આવકાર દાયક કામ છે આ ફેકટરી આપણા ડેડીયાપાડામા આવવાથી લોકોને તેનાથી રોજગારી ઊભી થશે. જેથી તેઓએ આ કામે ધનશ્યામ પટેલને આ બાબતે સંપૂર્ણ સહકાર સાથે મદદની ખાત્રી આપી હતી. ધનશ્યામભાઈ પટેલ કે જેઓ સતત આદીવાસીઓની ચિંતા કરતા આવ્યા છે. જેઓના થકી આ વિસ્તારના રહીશોની ધણી આર્થિક ઉન્નતિ અને વિકાસ થયો છે. તેઓએ હિતેછુ અને હિમાયતી દર્શાવી તેઓને આવા આર્થિક વિકાસ માટેની કામગીરીમાં સંપૂર્ણ સહયોગ આપવા જણાવ્યુ હતુ.

આ કાર્યક્રમમા મિલ્ક ડે તરીકે જે સભાસદો બોનસ આપવાની જાહેરાત કરી હતી તે બોનસના ચેક વિતરણ કરવામા આવ્યા હતા. આ કાર્યક્રમમાં ધનશ્યામ પટેલ (ચેરમેન,દુધ ધારા ડેરી ભરૂચ, સુગર ફેકટરી ધારીખેડા, APMC રાજપીપળા )તથા દેડીયાપાડાના ધારાસભ્ય અને દૂધધારાના વાઇસ ચેરમેન મહેશ વસાવા, જીલ્લા પંચાયતના પ્રમુખ તથા માજી પ્રમુખ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story