Connect Gujarat
Featured

મહેસાણા : વિજાપુરના લાડોલમાં એક પરિવારના 4 સભ્યોએ કૂવામાં ઝંપલાવી આપઘાતનો કર્યો પ્રયાસ

મહેસાણા : વિજાપુરના લાડોલમાં એક પરિવારના 4 સભ્યોએ કૂવામાં ઝંપલાવી આપઘાતનો કર્યો પ્રયાસ
X

મહેસાણા જિલ્લાના વિજાપુરના લાડોલ ગામના એક જ પરિવારના ૪ લોકો દ્વારા કુવામાં ઝંપલાવ્યુ છે. પતિ, પત્ની અને બે બાળકોએ અવાવરૂ કુવામાં ઝંપલાવતા પંથકમાં ચકચાર મચી ગયો છે. જોકે પરિવારે ક્યાં કારણોસર કૂવામાં ઝંપલાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો તેનું કારણ હજી પણ અંકબંધ છે.

આ ઘટનાને લઈ ટીડીઓ, મામલતદાર, તલાટી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા તેમજ ફાયર ટીમને જાણ કરાતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારે ભારે જહેમત બાદ પતિને જીવંત રેસક્યું કરી બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે એક બાળકનું મોત નીપજ્યું હતું પરંતુ હજી પણ એક બાળક અને પત્નીને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે.

Next Story