Connect Gujarat
ગુજરાત

મહેસાણા : જાણો, લાછડી ગામે હોળી દહન બાદ સળગતા અંગારા ઉપર ખુલ્લા પગે ચાલવાની કેમ છે પરંપરા..!

મહેસાણા : જાણો, લાછડી ગામે હોળી દહન બાદ સળગતા અંગારા ઉપર ખુલ્લા પગે ચાલવાની કેમ છે પરંપરા..!
X

મહેસાણાના લાછડી ગામે અનોખી પ્રથા દ્વારા હોળીના

તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. જેમાં હોળી દહન પછી જે અંગારા બને છે તેના ઉપર ગ્રામજનો ખુલ્લા

પગે ચાલે છે. જુઓ અમારો આ વિશેષ અહેવાલ...

ભારતભરમાં હોળીની ખૂબ જ ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે પણ હોળીનું ખૂબ જ મહત્વ રહેલું છે, ત્યારે મહેસાણા

જિલ્લાના વિસનગર તાલુકાના લાંછડી ગામે હોળી પ્રગટ્યા

બાદ સળગતા અંગારા પર ચાલવાની વર્ષોથી પરંપરા ચાલી આવી છે. લોકો પોતાના મનથી સળગતા અંગરા ચાલે છે જેમાં લોકો આજ દિન સુધી

કદી પણ પગે દાઝ્યા નથી.

આજના આધુનિક સમયમાં

એકબાદ એક જૂની પરંપરા લુપ્ત થતી જાય છે, ત્યારે મહેસાણાના

વિસનગરના લાછડી ગામના લોકોએ આજે પણ વર્ષો જૂની પરંપરા જાણવી રાખી છે. હોળીના

દહન પછી પડેલા અંગારામાં ચાલવાનો વિચાર માત્રથી આપણા રૂવાંડા ઉભા થઇ જાય છે, ત્યારે લાછડી ગામે

હોળીના દહન બાદ જે અંગારાઓ પડે છે તેના

પર ખુલ્લા પગે ચાલવાની અનોખી પરંપરા છે. આ પરંપરાને નિહાળવા માટે લોકો દૂર

દૂરથી લોકો આવે છે. જેમાં નાના બાળકો તેમજ મોટી ઉમરના લોકો પણ અંગારા પર ચાલે છે. લોક વાયકા મુજબ અંગારા ઉપર ચાલવાથી કમરનો દુ:ખાવો કે શારીરિક બીમારી થતી નથી.

Next Story