Connect Gujarat
Featured

મોરબી : વહેલી સવારે માળિયા ફાટક નજીક બાઇક અકસ્માતમાં 4ના નિપજ્યાં મોત

મોરબી : વહેલી સવારે માળિયા ફાટક નજીક બાઇક અકસ્માતમાં 4ના નિપજ્યાં મોત
X

રાજ્યમાં જીવલેણ અકસ્માતોની ઘટના ઉત્તરોતર વધી રહી છે. આજે વહેલી સવારે મોરબીના માળિયા ફાટક નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાર લોકોના મોત થયા હતા. જેમાં રાજસ્થાનના ઉદેપુરથી આવેલા લોકો ભોગ બન્યા હતા.

મળતી વિગત પ્રમાણે, માળીયા ફાટક નજીક વહેલી સવારે અજાણ્યા વાહને બાઇકને અડફેટે લીધું હતું. જેમાં ચાર લોકોને કાળ ભેટી ગયો હતો. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. ચારેય મૃતકો રાજસ્થાનના રહેવાસી હતા. ચારેય મૃતકો રાજસ્થાનના ઉદેપુરથી મોરબી આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

Next Story