Connect Gujarat
ગુજરાત

મુંબઈ: ચોથા દિવસે જ મોડી પડી તેજસ એક્સપ્રેસ, 630 મુસાફરોને ચૂકવવું પડશે વળતર, જાણો કેટલું

મુંબઈ: ચોથા દિવસે જ મોડી પડી તેજસ એક્સપ્રેસ, 630 મુસાફરોને ચૂકવવું પડશે વળતર, જાણો કેટલું
X

IRCTC દ્વારા શરૂ કરવામાં આવેલ

ખાનગી ટ્રેન તેજસ એક્સ્પ્રેસ ચોથા દિવસે જ નિર્ધારિત સમય કરતા 1.24 કલાક મોડો પડ્યો હતો.

અમદાવાદ - મુંબઈ વચ્ચે શરૂ કરાયેલ ગુજરાતની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસમાં

વિલંબ થતાં હવે ખાનગી ટ્રેનના નિયમ મુજબ ગાડીમાં સવાર 630 જેટલા પેસેન્જરોને વળતર પેટે મુસાફર દીઠ 100 રૂપિયા ચૂકવવા પડશે.

ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ

કોર્પોરેશનના અધિકારીના જણાવ્યા અનુસાર 19 જાન્યુઆરીથી અમદાવાદ -

મુંબઈ વચ્ચે તેજસ એક્સપ્રેસનું

સંચાલન નિયમિત રીતે શરૂ કરાયું

છે. ટ્રેન શરૂ થયા બાદ ચોથા

દિવસે બુધવારે સવારે આ ટ્રેન અમદાવાદથી નિર્ધારિત સમય 6.40 વાગે રવાના થઈ હતી.

ટ્રેન મુંબઈની હદમાં પહોંચી ત્યારે તેને દહીંસર નજીક અટકાવી દેવાઇ હતી. મીરારોડ

પાસે બપોરે ઓવર હેડ ઇલેક્ટ્રિક વાયર તૂટી જવાના કારણે તમામ ટ્રેનોનું સંચાલન ખોરવાયું હતું. જેમાં તેજસ એક્સપ્રેસને પણ અટકાવી દેવામાં

આવી હતી. ત્યાર બાદ તૂટેલો

વાયર હટાવી નવો વાયર જોડવાની કામગીરી હાથ ધરી હતી. કામગીરી

પૂરી થયા બાદ લગભગ 1.35 વાગે ટ્રેનોનું સંચાલન

ફરી શરૂ કરવામાં આવ્યું હતું. જો કે તેજસ એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલ ખાતે પોતાના

નિર્ધારિત સમય બપોરના 1.10 કલાકના બદલે 2.34 વાગે પહોંચી

હતી.

તેજસ એક્સપ્રેસ દોઢ

કલાક જેટલી મોડી પડતા મુસાફરોએ ટ્રેનને અંધેરી ખાતે અટકાવવા માંગ કરી હતી.

મુસાફરોએ એરપોર્ટ પહોંચવાનું હોય મુંબઈ સેન્ટ્રલથી

એરપોર્ટ પહોંચવામાં મોડું થતાં તેની ફ્લાઈટ ચૂકી જવાની શક્યતા હતી. મુસાફરોની માંગણીને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ અંધેરી ખાતે 2 મિનિટ માટે ટ્રેનને સ્ટોપેજ આપ્યું હતું.

Next Story