Connect Gujarat
ગુજરાત

“નારીશક્તિ” : બખૂબી રીતે લોકસુરક્ષાની ફરજ નિભાવતી દાહોદની મહિલા પોલીસકર્મી, 99% કિસ્સામાં તૂટતો પરિવાર ફરી બાંધ્યો

“નારીશક્તિ” : બખૂબી રીતે લોકસુરક્ષાની ફરજ નિભાવતી દાહોદની મહિલા પોલીસકર્મી, 99% કિસ્સામાં તૂટતો પરિવાર ફરી બાંધ્યો
X

દાહોદ મહિલા પોલીસ મથકમાં બખૂબી રીતે

લોકસુરક્ષાની ફરજ નિભાવતી જિલ્લા પોલીસ તંત્રની ૨૩૧ જેટલી મહિલા પોલીસકર્મીઓએ રાવ લઇને આવતી પીડિત મહિલાઓના ૯૯ ટકા કિસ્સામાં તૂટતો

પરિવાર ફરી બાંધ્યો છે, ત્યારે મહિલા પોલીસકર્મીઓએ નારીશક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

નારીશક્તિ ઘરના ઉંબરાને વટાવી આજે આકાશ સુધી પહોંચી

ગઇ છે. હવે તો એવું એક પણ ક્ષેત્ર નથી કે જ્યાં નારીનો ડંકો વાગતો ન હોય.

નારીશક્તિને યથોચિત સન્માન અને સમાન તક મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા કેટલાક ક્રાંતિકારી નિર્ણયોને

કારણે નારીશક્તિની પ્રતિભાને વેગ મળવાની સાથે તેની ખૂબીઓનો પરિચય લોકોને થયો છે.

તેવું જ એક ક્ષેત્રે છે પોલીસ તંત્ર..!

દાહોદ જિલ્લા પોલીસ તંત્રમાં કાર્યરત ૨૩૧ જેટલી મહિલા પોલીસકર્મીઓ લોકરક્ષાનું કામ બખૂબી

કરી રહી છે. ઉપરાંત જિલ્લાનું

સમગ્ર પોલીસ તંત્ર મહિલાઓ વિરુદ્ધ થતાં ગુનાને નશ્યત કરવામાં સફળ રહ્યું છે. દાહોદ જિલ્લાની

મહિલા પોલીસકર્મીઓ કોઇ તમામ પ્રકારની ડ્યુટી સરળતાથી કરે છે. રાત્રી દરમ્યાન ફરજ પણ સારી રીતે અદા કરે છે. ચેકપોસ્ટ

ખાતે પણ મહિલા પોલીસ કર્મચારી વટભેર ફરજ અદા કરે છે. દાહોદમાં મહિલાઓની સુરક્ષા

માટે એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ઉપરાંત ઇન્વેસ્ટીગેશન યુનિટ ઓફ ક્રાઇમ અગેઇન્સ્ટ

વીમીન કાર્યરત છે. એક ઉદાહરણ જોઇએ તો અહીં કામ કરતી કુલ ૬ મહિલા પોલીસકર્મીઓને એકથી દોઢ વર્ષના બાળકો છે.

પોતાના પરિવારના સહયોગથી તેઓ પોતાની ફરજ સારી રીતે બજાવી શકે છે. દાહોદ મહિલા

પોલીસ સ્ટેશનમાં આવતી રાવ ઉપર પહેલા ઝીણવટ ભરી તપાસ કરવામાં આવે છે. તેઓ એક મહિલા તરીકે બીજી પીડિત મહિલાનું દુઃખ

સારી રીતે સમજી શકે છે. હાર્ડ ફેસ એન્ડ સોફ્ટ હાર્ટ ધરાવતી દાહોદ પોલીસ તંત્રની

મહિલા પોલીસ કર્મચારીઓ નારીશક્તિની પહેચાનરૂપ છે, ત્યારે આ નારીશક્તિનું ઉત્તમ અને જ્વલંત ઉદાહરણ સાબિત થયું છે.

Next Story