Connect Gujarat
Featured

નર્મદા : ધારીખેડા સુગર ફેક્ટરીમાં 8 લાખ મેટ્રિક ટન શેરડીનું લક્ષ્યાંક, સલ્ફરલેસ ખાંડનું કરાશે ઉત્પાદન

નર્મદા : ધારીખેડા સુગર ફેક્ટરીમાં 8 લાખ મેટ્રિક ટન શેરડીનું લક્ષ્યાંક, સલ્ફરલેસ ખાંડનું કરાશે ઉત્પાદન
X

નર્મદા જીલ્લાની જીવાદોરી સમાન નર્મદા ધારીખેડા સુગર ફેક્ટરીમાં શેરડીના 8 લાખ મેટ્રિક ટનના લક્ષ્યાંક સાથે પુનઃ એકવાર પીલાણની નવી સીઝનની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલ, તમામ ડીરેકટરો, સ્વામિનારાયણ સંતો સહિત સુગર ફેક્ટરીની સમગ્ર ટીમ અને ખેડૂતોએ પૂજા કરી હતી.

નર્મદા ધારીખેડા સુગર ફેક્ટરીની શરૂઆતમાં 500 હેક્ટરમાં વાવેલી ઓર્ગેનિક શેરડીનું પીલાણ 2 મહિના કરવામાં આવશે. જેનાથી શુદ્ધ ખાંડ સલ્ફરલેસ ખાંડનું ઉત્પાદન કરી ભારત દેશ સહીત વિદેશોમાં પણ નિકાસ કરવામાં આવશે. આમ ઓર્ગેનિક ખાંડ બનાવવાવાળી દેશની પ્રથમ સુગર ફેક્ટરી નર્મદા ખાંડસરી ઉદ્યોગ બનવા જઈ રહી છે. આ સાથે ફેક્ટરી ઉત્તમ ક્વોલિટીની ખાંડનું ઉત્પાદન કરવા સજ્જ બની ધમધમી ઉઠી છે, ત્યારે નવા વર્ષ માટે ભરૂચ અને નર્મદા જિલ્લામાં 30 હજાર એકરમાં શેરડીનું વાવેતર કરવામાં આવ્યું છે.

આ વર્ષે 8 લાખ મેટ્રિક ટન શેરડીનું પિલાણ કરીને 10 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન કરવામાં આવશે. આ લક્ષયાંક પૂર્ણ કરવા સુગરની સમગ્ર ટીમ કામે લાગી છે. આ સાથે અહીં બનવવામાં આવેલ ડિસ્ટીલરી પ્રોજેક્ટમાં પણ 1 કરોડ લીટર ઇથોલીનનું ઉત્પાદન કરવામાં આવશે. જેના થકી આવનારા વર્ષોમાં ખેડૂતોની આવકમાં પણ વધારો થશે અને સાથે સાથે શુદ્ધ અને સલ્ફરલેસ ખાંડનું પણ ઉત્પાદન કરવામાં આવશે.

Next Story