/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/WhatsApp-Image-2019-05-21-at-6.26.01-PM.jpeg)
નર્મદા જિલ્લાના સેલંબા ગામે દત્તક ભાઈ શંકર જગા મરાઠેએ બહેન લીંબીબેન મરાઠેને વિશ્વાસમાં લીધા જમીન બારોબાર વેચી મારી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.હવે બહેને આ મામલે ન્યાય મેળવવા કોર્ટના દ્વાર પણ ખખડાવ્યા છે.તો બીજી બાજુ દત્તક ભાઈએ વેચેલી જમીન પર હાલ બાંધકામ ચાલી રહ્યું છે એ બાંધકામ NA કર્યા વિના અને પ્લાન મંજુર કર્યા વિના ચાલી રહ્યું હોવાથી ગેરકાયદેસર બાંધકામ તત્કાલિક તોડી પાડવા અને જ્યાં સુધી કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી બાંધકામ ન કરવા વૃદ્ધ બહેન લીંબીબેન મરાઠેએ નર્મદા જિલ્લા કલેકટરને લેખિતમાં રજુઆત કરી હતી.નર્મદા જિલ્લા કલેકટર આઈ.કે.પટેલે આ મામલે સત્યતા ચકાસી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા સાગબારા મામલતદારને કડક શબ્દોમાં સૂચના આપી હતી.
નર્મદા જિલ્લા કલેકટરની લેખિત સૂચના બાદ સાગબારા મામલતદારે આ મામલે કાર્યવાહી કરી આ બાંધકામ ગેરકાયદેસર થઈ રહ્યું છે એ રીતનો એક રીપોર્ટ નર્મદા જિલ્લા કલેકટરને કર્યો હતો.એ રિપોર્ટને ધ્યાને લઇ નર્મદા કલેકટરની સૂચના મુજબ પ્રથમ તો સાગબારા મામલતદારને ગેરકાયદેસર બાંધકામ કરતા વ્યક્તિને એ બાંધકામ રોકવા લેખિતમાં જણાવ્યું હતું.અને સાથે સાથે નર્મદા કલેકટરે ગેરકાયદેસર બાંધકામ કરતા વ્યક્તિ વિરુદ્ધ નિયમોનુસાર શરતભંગની કાર્યવાહી કરવા અને તાત્કાલિક બાંધકામ રોકવા સાગબારા મામલતદારને લેખિતમાં સૂચના આપી હતી.આમ નર્મદા જિલ્લા કલેકટર આઈ.કે.પટેલે વૃદ્ધ મહિલાને અંતે ન્યાય અપાવ્યો હતો.