Connect Gujarat
Featured

નર્મદા : નદી કાંઠા વિસ્તારના 24 ગામોની સિમમાં ભરાયેલું પાણી ઓસર્યું, પાક નષ્ટ થતાં ખેડૂતોને વ્યાપક નુકશાન

નર્મદા : નદી કાંઠા વિસ્તારના 24 ગામોની સિમમાં ભરાયેલું પાણી ઓસર્યું, પાક નષ્ટ થતાં ખેડૂતોને વ્યાપક નુકશાન
X

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી સતત 5 દિવસ સુધી 10 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું, ત્યારે નર્મદા નદી કાંઠા વિસ્તારના ગામોમાં પાણી ફરી વળતાં ખેતીને મોટું નુકશાન થયું છે.

નર્મદા જિલ્લામાં નર્મદા નદી કિનારાના ખેતી વિસ્તારમાં 20 ફૂટ સુધી પાણી ભરાઈ જતાં ખેડૂતોએ કરેલી ખેતીને મોટું નુકશાન થવા પામ્યું છે. નર્મદા જિલ્લાના ધનપોર, ધમણાચા, રૂંઢ, હજરપુરા, ભુછાડ, શહેરાવ, તારસાલ સહિતના 24 જેટલા ગામોની સિમોમાં પાણી ભરાતા જળ બંબાકારની પરિસ્થિતિ ઉભી થઇ હતી, ત્યારે ખેતરોમાં નર્મદા નદીના ભરાયેલા પાણીથી આશરે 4000 હેક્ટર જેટલી જમીનોમાં કેળા, શેરડી, કપાસ, પપૈયા અને શાકભાજી સહિતના પાકો નષ્ટ થઈ ગયા છે.

સતત 5 દિવસની ભારે તબાહી બાદ નર્મદા બંધમાંથી પાણી છોડવાનું ઓછું કરવામાં આવતા નદીના પાણી ઓસર્યા છે. પરંતુ ખેતીમાં તમામ પાક નષ્ટ થઈ જતાં ખેડૂતોને વ્યાપક નુકશાન થયું છે. હાલ પરિસ્થિતિ એવી ઉભી થઇ છે કે, પાણીમાં નાશ પામેલા પાકની સફાઈ કરવાના પણ ખેડૂતો પાસે રૂપિયા નથી, ત્યારે હવે વહેલીતકે ખેત નુકશાન અંગે સરકાર સર્વે કરી ખેડૂતોને યોગ્ય સહાય વળતર આપે તેવી ખેડૂતોની માંગ છે.

Next Story