Connect Gujarat
Featured

નર્મદા : જિલ્લા ભાજપ પ્રમુખે દાવેદારોને ઉભા કરી પુછયું, તમારી લાયકાત શું છે?

નર્મદા : જિલ્લા ભાજપ પ્રમુખે દાવેદારોને ઉભા કરી પુછયું, તમારી લાયકાત શું છે?
X

નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે હવે પ્રમુખ, કારોબારી સમિતિ તથા બાંધકામ સમિતિમાં હોદ્દો મેળવવા દાવેદારોએ લોબિંગ શરૂ કરી દીધું છે પણ જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે સ્પષ્ટ કહી દીધું છે જે વ્યકતિની લાયકાત હશે તેને જ હોદ્દાઓ આપવામાં આવશે.

નર્મદા જિલ્લામાં થયેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીમાં ભાજપે કોંગ્રેસ અને બીટીપીના ગઠબંધન પાસેથી સત્તા આંચકી લીધી છે. જિલ્લાની પાંચ તાલુકા પંચાયત, એક જિલ્લા પંચાયત અને રાજપીપળા નગરપાલિકામાં પ્રમુખ પદ ઉપરાંત કારોબારી અને બાંધકામ સમિતિનું ચેરમેન પદ મેળવવા માટે દાવેદારોમાં ખેંચતાણ ચાલુ થઇ ચુકી છે. નર્મદા જીલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે ચુંટાયેલા સભ્યોની બેઠક બોલાવી હતી. જેમાં પ્રમુખ સહિતના અન્ય પદ મેળવવા માંગતા ઉમેદવારોને ઉભાં કરી તેમની પાસે વહીવટનો શું અનુભવ છે, તમારી લાયકાત શું છે સહિતના અનેક સવાલો પુછયાં હતાં. જન પ્રતિનિધિઓ સાથે ચર્ચા બાદ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે, દાવેદારોની રજુઆતો સાંભળવામાં આવી છે. હવે ત્રણ નામોની પેનલ તૈયાર કરી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે અને ત્યાંથી નિર્ણય લેવામાં આવશે.

નર્મદા જિલ્લામાં જિલ્લા તાલુકા અને પાલિકા માં જંગી બહુમતી સાથે જીત મળ્યા બાદ પ્રમુખ, ઉપ પ્રમુખ અને કારોબારી, બાંધકામ સમિતિ માટે ભાજપના જીતેલા ઉમેદવારો જિલ્લા સંઘઠન પર દબાણ લાવી રહ્યા છે. પરંતુ કોઈને મનદુઃખના થાય એ માટે જિલ્લા ભાજપ પ્રમુખ ઘનસ્યામભાઇ પટેલે રાજપીપલા APMC ખાતે ચૂંટાયેલા સભ્યોની બેઠક કરી પાંચ દાવેદારો ઉભા કરી જાહેરમાં પોતે પ્રમુખ કેમ દાવેદારી કરે છે પ્રમુખ બની શુ કરવા માંગે છે. વહીવટ નો કેટલો અનુભવ છે આટલા પ્રશ્નો કરી જિલ્લા માંથી પ્રમુખના દાવેદારો ત્રણ નક્કી કરી પ્રદેશમાં નામો મોકલવામાં આવશે. ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે પૂછેલા પલાખામાં દાવેદારો ને પરસેવો છૂટીગયો હતો.જિલ્લા પંચાયતની પ્રમુખની સીટ મહિલા આદિજાતિ અનામત છે. એટલે મહિલા ને જ પ્રમુખ બનાવવા પડે, જયારે નાંદોદ અને સાગબારા તાલુકામાં આદિજાતિ સામાન્ય અનામત એટલે આદિવાસી પુરુષ કે મહિલા બંને બની શકે, ડેડીયાપાડા, ગરુડેશ્વર, તિલકવાડામાં આદિજાતિ મહિલા અનામત પ્રમુખની બેઠકો હોય અહીંયા મહિલા જ બેસી શકે એટલે બેઠકો પ્રમાણે તમામ સક્ષમ ઉમેવારો પ્રમુખ પદે બેસાડી શકે એટલે હાલમાં જિલ્લા સંઘઠન નક્કી કર્યાબાદ નામો પ્રદેશ કક્ષાએ જશે પછી ફાયનલ થશે.

Next Story