Connect Gujarat
Featured

નર્મદા: દમણ થી અમદાવાદ લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો LCB પોલીસે ઝડપી પાડ્યો

નર્મદા: દમણ થી અમદાવાદ લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો LCB પોલીસે ઝડપી પાડ્યો
X

ગુજરાતના અમદાવાદમાં મહારાષ્ટ્ર થી વાયા નર્મદામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઘૂસાડવાનું બુટલેગર ને ભારે પડ્યું છે. નર્મદા પોલીસને આ આબાબતની જાણ થતા બે દિવસ સુધી નર્મદા LCBની ટીમ સતત ચેકીંગ કરતી રહી અને આખરે સફરળતા મળી હતી. પોલીસે 30 લાખનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

એક ટ્રકમાં દમણ વિદેશી દારૂની 200 જેટલી વિવિધ બ્રાન્ડની બોટલો ભરી પાછળ સેવિંગ જેલના પેકીંગમાં મૂકી ટ્રક ઉપર તારપતરી બાંધી દમણની નંદુરબાર મહારાષ્ટ્ર માર્ગે થઈ વાયા નર્મદા થી અમદાવાદ લઈ જવાતો હતો. ટ્રકમાં ડ્રાઈવર ક્લીનર બે હતા. સાગબારા ચેકપોસ્ટ પર આ ટ્રક આવતા બાતમી મુજબ આ ટ્રક શંકાસ્પદ લાગતા ટ્રકને અટકાવી ચેકીંગ કરવામાં આવ્યું ત્યારે સેવિંગ જેલની ટ્યુબના કવર હતા. જોકે પોલીસે વધુ બોક્સ નીચે ઉતારતા અંદર વિદેશી દારૂની પેટીઓ જોવા મળી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીની ઝડપી પાડતા LCB પોલીસે ગુજરાતમાં મોટાપાયે વિદેશી દારૂ ગુસાડવાનું ષડયંત્ર ઝડપી પાડ્યું હતું.

Next Story