Connect Gujarat
Featured

નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને વધુ એક નજરાણું, લોકાર્પણ પહેલા ક્રૂઝ બોટને શણગારવામાં આવી

નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને વધુ એક નજરાણું, લોકાર્પણ પહેલા ક્રૂઝ બોટને શણગારવામાં આવી
X

નર્મદા જિલ્લાના કેવડીયાની સુંદરતામાં વધુ એક ઉમેરો થવા જઈ રહ્યો છે. વડાપ્રધાન મોદી જંગલ સફારી બાદ આ ક્રૂઝ બોટનું લોકાર્પણ કરશે. આગામી 1 નવેમ્બરથી આ બોટને મુસાફરો માટે ખુલ્લી મૂકવામાં આવશે.

કેવડિયા ખાતે રાત્રીના ક્રુઝબોટનો સુંદર નજારો જોવા મળ્યો હતો. ક્રૂઝ બોટને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. લોકાર્પણ બાદ 1 નવેમ્બરથી પ્રવાસીઓ ક્રૂઝ બોટમાં મુસાફરી કરી શકાશે. આ બોટ પ્રવાસીઓ માટે અનેરું આકર્ષણ બની રહેશે. સ્ટેચ્યુ યુનિટી પર આવતા પ્રવસીઓ માટે સીધું એક સુવિધાનો ઉમેરો થવા જઇ રહ્યો છે. પ્રધાનમંત્રી આ ક્રુઝ બોટનું લોકાર્પણ કરશે આમ તો 21 માર્ચના રોજ આ ક્રુઝ બોટનું લોકર્પણ કરવાના હતા પણ કોરોના મહામારીના કારણે તે કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો અને હવે 30 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયા બપોર 3 વાગે આવી પહોંચશે અને પહેલા જંગલ સાફરીનું લોકાર્પણ કરશે.

ત્યાર બાદ સ્ટેચ્યુ ખાતે બનેલ ક્રુઝ બોટ ની જેટી ખાતે થી ક્રુઝ બોટનું લોકાર્પણ કરશે. અને ત્યાંથી બોટમાં બેસી શ્રેષ્ઠ ભારત ભવન ખાતે બીજી જેટી બનાવવામાં આવી છે ત્યાં સુધી વડાપ્રધાન બોટમાં બેસીને જશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી શ્રેષ્ઠ ભારત ભવન સુધીની આ સફર 6 કિલોમીટર ની રહેશે. જે રીતે વારાણસીમાં ગંગા નદીમાં પ્રધાનમંત્રી એ બોટ સેવા શરુ કરી હતી તે જ રીતે અહીં નર્મદા નદીમાં પણ શરુ કરવામાં આવશે.

જેના માટે 3 જેટી બનાવવામાં આવી છે એક જેટી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે જયારે બીજી જેટી શ્રેષ્ઠ ભારત ભવન પાસે અને ત્રીજી જેટી સ્ટેચ્યુ ની બિલકુલ પાછળ જે ઇમર્જન્સી જેટી છે જો કોઈ દુર્ઘટના બને તો આ જેટી નો ઉપયોગ કરવામાં આવશે આ ક્રુઝ બોટ માં આમ તો 202 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. પણ હાલ કોરોના ના નિયમો ને પગલે માત્ર 100 લોકો ને જ પરમિશન આપવામાં આવશે અને બોટ માં નાસ્તા ની વ્યસ્થા પણ છે જે પ્રવાસીએ પોતાના ખર્ચે કરવાનો રહેશે મનોરંજન માટે ની પણ વ્યવસ્થા બોટ માં કરવામાં આવી છે.

Next Story