નર્મદા જીલ્લામાં બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા પર સેલંબા ખાતે વિધર્મી લોકોએ પથ્થરમારો કર્યો હતો જેના પગલે ભારેલા અગ્નિ જેવો માહોલ જોવા મળ્યો હતો નર્મદા જીલ્લામાં બજરંગ દળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. સેલંબા ખાતે આયોજિત યાત્રામાં મોટીસંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.કુઇદા ગામથી સેલંબા સુધી આ શોર્ય જાગરણયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
ત્યારે અચાનક જ આ યાત્રા પર પથ્થર મારો કરવામાં આવતા દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથેજ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.પોલીસે સ્થિતિ પર નિયંત્રણ મેળવવા ટિયર ગેસના સેલ પણ છોડયા હતા
