નર્મદાઃ કરજણ ડેમની જળસપાટી રૂલ લેવલ 112 ને પાર, બે ગેટ ખોલી નદીમાં પાણી છોડાયું

New Update
નર્મદાઃ કરજણ ડેમની જળસપાટી રૂલ લેવલ 112 ને પાર, બે ગેટ ખોલી નદીમાં પાણી છોડાયું

ડેમનાં કેચમેન્ટ વિસ્તારમાં મોટા ભાગે ડુંગરાળ વિસ્તારો આવેલા હોવાથી થયેલા સારા વરસાદને કારણે પાણીની આવક વધી

નર્મદા અને ભરુચ જીલ્લાનાં ખેડુતો માટે આશિર્વાદરૂપ કરજણ ડેમમાં પાણીની આવક વધતા ડેમની જળ સપાટી રૂલ લેવલને પાર જતા આજે ડેમનાં બે દરવાજા ખોલી દેવાયા હતા. ઉપરવાસમાં પડેલા વરસાદથી થયેલી પાણીની આવકના કારણે ડેમમાં પાણી આવતાં તંત્રએ પાણી છોડવાની ફરજ પડી હતી. તો નદીમાં પાણીનો જથ્થો વધતાં કાંઠાનાં ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

નર્મદા જીલ્લાની સ્થાનિક કક્ષાની સૌથી મોટી સિંચાઇ યોજનાં કરજણ જળાશયમાં ઉપરવાસ મહારાષ્ટૃ અને સાગબારામાં સીઝનમાં સારો વરસાદ થતાં જ પાણીની ભરપુર આવક થઈ છે. કરજણ ડેમમાં પાણીનું લેવલ આજે રૂલ લેવલ ૧૧૨.૨૦ મીટરને પાર પહોંચ્યુ છે. જેનાં કારણે કરજણ ડેમનાં ગેટ નંબર ૧ અને ૫ ખોલી ૪૫૦૦ ક્યુસેક્સ પાણી છોડાઇ રહ્યુ છે. આ યોજનાથી જીલ્લાનાં નાંદોદ, ગરૂડેશ્વર તેમજ ભરુચ જીલ્લાનાં વાલીયા, ઝગડીયા અને અંક્લેશ્વર તાલુકામાં ખેડુતોની હજારો હેકટર જમીનને સિંચાઇ માટેનું પાણી પૂરૂ પાડે છે.

રાજપીપલા શહેર તેમજ અન્ય ૩૦ ગામોને પીવાનું પાણી પૂરૂ પાડત કરજણ ડેમમાં મહત્તમ ૬૩૦ મીલીયન ક્યુબીક મીટર પાણી સંગ્રહી શકાય છે. તેમજ આ ડેમનો કેચમેંટ એરીયા મહારાષ્ટૃ હોય અને અન્ય વિસ્તાર પણ ડુંગરાળ હોય વાર્ષિક ૧૨૦૯ ક્યુસેક જેટલો વરસાદ પડ્યો છે. જેથી ડેમની મહત્તમ સપાટી ૧૧૫ મીટરથી હાલ તો ડેમ ૩ મીટર જ ખાલી રહેતા ડેમને એલર્ટ પર મુકવામાં આવ્યો છે.

કરજણ નદી કાંઠાનાં રાજપીપલા શહેર, ભદામ,ભચરવાડા,હજરપુરા,ધાનપોર,ધમણાચા સહીતનાં ગામોનાં લોકોને નદી કાંઠે નહી જવા સુચનાં આપી દેવામાં આવી છે. નર્મદા નદીમાં પાણી નહી છોડાતા નદી સુકાતા શ્ર્ધ્ધાળુઓ અને કાંઠા વિસ્તારનાં લોકોની ફરીયાદ બાદ નર્મદા નદી વહેતી રાખવા કરજણ નદીમાં પાણી છોડાતુ હતુ.

Latest Stories