Connect Gujarat
Featured

નવસારી : અમલસાડી ચીકુ પકવતાં ખેડૂતોને “ખોટનો સોદો”, આંદોલન વચ્ચે આર્થિક નુકશાન

નવસારી : અમલસાડી ચીકુ પકવતાં ખેડૂતોને “ખોટનો સોદો”, આંદોલન વચ્ચે આર્થિક નુકશાન
X

ખેડૂતોના કૃષિબીલ વિરોધના આંદોલનને સમગ્ર દેશમાં સમર્થન મળી રહ્યું છે. જેમાં ખેડૂતો આંદોલનમાં મોટું આર્થિક નુકસાન પણ વેઠી રહ્યાં છે. દેશના ખેડૂતો તેમ છતાં પણ આંદોલનને સફળ બનાવવા ઠંડીનો સામનો કરીને પણ કોઈપણ ભોગે કૃષિબીલ રદ કરાવવા કમરકસી છે. ત્યારે દિલ્હી પંજાબ અને હરિયાણામાં પ્રદર્શનને પગલે નવસારીના અમલસાડી ચીકુ પકવતા ખેડૂતો અને વેપારી ઓને પણ ખોટનો સોદો સહન કરવાનો વારો આવ્યો છે.

જગતના તાતે સરકાર સામે લડતનુ રણશીંગુ ફૂંકી દીધું છે અને સરકાર સામે વાટાઘાટો કરતા કૃષિબીલ રદ કરવાની માગણી પ્રબળ બનાવી શક્તિ પ્રદર્શન કર્યું છે. જેનો ઉકેલ ન આવતા આજરોજ ખેડૂતોએ ભારત બંધનું એલાન કર્યું છે. એલાનના પગલે દેશભરના મહત્તમ ખેડૂતો સમર્થન કરી રહ્યા છે. ત્યારે રોજના દિલ્હી પંજાબ અને હરિયાણા ઉપરાંત દેશના અલગ અલગ ભાગમાં ઠલવાતા નવસારી અમલસાડના ચીકુનો વાહન વ્યવહાર અટવાતા ત્યાં વેપારી આલમમાં મોટી ખોટ જઈ રહી છે અને સ્વાદ રસિયાઓ માટે અમલસાડી ચીકુ આંદોલનના કારણે અટકી પડ્યા છે. ત્યારે ચીકુ લોકલ માર્કેટમાં ઓછા ભાવે વેચાણ કરવા સહકારી મંડળીઓ મજબૂર બની છે.

અમલસાડથી દિલ્હી હરિયાણા જેવા રાજ્યોમાં ૨૦,૦૦૦થી વધુ બોક્ષ ટ્રક મારફતે મોકલવામાં આવે છે. ભારત બંધના કારણે ટ્રક મારફતે નીકળેલા ચીકુ બગડી જવાની ભીતિ વેપારીઓને સતાવી રહી છે. સાથે સાથે કરોડો રૂપિયાનું નુકસાન પણ થવાની આશંકા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. અમલસાડ મંડળી ૧૦૦૦ કરોડથી વધારેનું ટર્નઓવર ધરાવતી સંસ્થા છે અને ખેડૂતોને સારા ભાવો આપવા માટે નામના મેળવી છે. પરંતુ ખેડૂતના આંદોલનને પગલે નવસારીના અમલસાડ ચીકુ પકવતાં ખેડૂતો અને નાના વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવે એવી સંભાવના વ્યક્ત કરાઇ રહી છે.

Next Story