/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-54.jpg)
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખાંભડા ગામે આવેલા વલસાડ વિધાનસભાના ભાજપના ઉમેદવાર કે સી પટેલે આદિવાસીઓના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ગત દિવસોમાં આદિવાસીઓની રૂઢિગત સભાનો વિરોધ ભાજપના ઈશારે થતો આવ્યાનો આક્ષેપ આદિવાસીઓએ કરીને કે.સી પટેલના પ્રચારનો વિરોધ શરુ કર્યો હતો તેમજ ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ હાઇવેનો વિરોધ પણ આદિવાસીઓએ કરતા ભાજપના કાર્યકરો વચ્ચે આમને સામાને આવી ગયા હતા.
આ તમામ બાબતને લઈને આદિવાસી સમાજનું એક જૂથ ભાજપાના પ્રચારનો વિરોધ નોંધાવતા મામલો બિચક્યો હતો જોકે પોલીસની દરમ્યાંનગીરીને લઈને ઘર્ષણ શાંત પડ્યું હતું. આ બબાલ થતાંજ એસ આર પી જવાનની ટુકડીઓ પ્રચાર સ્થળે તૈનાત કરી દેવામાં આવી હતી. આદિવાસીઓના વિરોધનો જવાબ ગણદેવી વિધાનસભાના ધારાસભ્ય નરેશ પટેલે આપ્યો હતો અને અમુક કોંગી પ્રેરિત આદિવાસીઓ સમાજને ભડકાવવાનો પ્રયત્ન કરી રહ્યાની વાતો કરી હતી.
/connect-gujarat/media/media_files/2025/07/04/yellq-2025-07-04-10-48-18.png)