Connect Gujarat
Featured

નવસારી : જુઓ, વતનનું ઋણ અદા કરવા કોણે કર્યું કેન્સર હોસ્પિટલનું નિર્માણ, શિલાન્યાસ વિધિ કરાઇ સંપન્ન

નવસારી : જુઓ, વતનનું ઋણ અદા કરવા કોણે કર્યું કેન્સર હોસ્પિટલનું નિર્માણ, શિલાન્યાસ વિધિ કરાઇ સંપન્ન
X

ઉદ્યોગ જગતના ભીષ્મપિતા અને L&T કંપનીના ચેરમેન દ્વારા નવસારી વતનનું ઋણ અદા કરવા હેતુસર નિરાલી કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે દક્ષિણ ગુજરાતના અદ્યતન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની શિલાન્યાસ વિધિ દેશના ઉપરાષ્ટ્રપતિના હસ્તે કરવામાં આવી હતી.

દક્ષિણ ગુજરાતના કેન્સર પીડિતો છેલ્લા ઘણા વર્ષોથી મોટું અંતર કાપીને કેન્સરના નિદાન માટે દૂર દૂરના મહાનગરોમાં પોતાનો અમૂલ્ય સમય વેડફીને મુસાફરી કરતા હતા. પરંતુ નવસારી જિલ્લાના બે પનોતા પુત્રોએ અહીં અદ્યતન 500 બેડવાળી અદ્યતન હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. નિરાલી કેન્સર હોસ્પિટલમાં દેશના ચુનંદા તબીબોની ટીમો પણ અહી આવતા દર્દીઓની સેવા માટે કાર્યરત રહેશે, ત્યારે આશીર્વાદરૂપ બની રહેલ હોસ્પિટલની શિલાન્યાસ વિધિ દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના હસ્તે કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દેશના ઉપરાષ્ટ્રપતિએ લોકોને આરોગ્ય વિષયક જાણકારી તેમજ શારીરિક તન્દુરસ્તી રાખવાની માહિતી આપી હતી. તેમજ વેસ્ટર્ન કલચરના આક્રમણથી બચાવવાની સલાહ સાથે આપણા દેશની જુનવાણી પદ્ધતિ અને જમવાનું પસંદ કરવાની પણ હાકલ કરી હતી.

Next Story