Connect Gujarat
ગુજરાત

નવસારી: કેવી રીતે ભણશે ગુજરાત..? 30થી ઓછા છાત્રોવાળી સરકારી શાળા કરાશે મર્જ

નવસારી: કેવી રીતે ભણશે ગુજરાત..? 30થી ઓછા છાત્રોવાળી સરકારી શાળા કરાશે મર્જ
X

આપણા

દેશનો આદિવાસી હળપતિ સમાજ આઝાદ ભારતમાં પણ ગુલામીની ઝંઝીરોમાં ઝકડાયેલો હતો. જે સમાજ

માંડ માંડ શિક્ષણની દુનિયામાં પગભર થવાની તૈયારીઓ કરતો થયો છે. હાલ રાજ્યની ગ્રામીણ અને શહેરોની સરકારી

શાળાઓ બંધ કરીને મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેની નવસારી જિલ્લાના

લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

સરકારી

શાળાઓમાં અભ્યાસ

માટે ગરીબ અને આદિવાસીઓ સાથે દલિતોની

સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જેમાં ખાસ કરીને મજૂર વર્ગના

વાલીઓના બાળકો અભ્યાસ કરતા આવ્યા છે. શિક્ષણની મોટી ફી નહીં ભરી

શકવાના કારણે ખેતમજૂરો

અને અન્ય ગરીબો પેટિયું રડીને સરકારી શાળામાં મફત શિક્ષણ બાળકોને અપાવી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગરીબોની આધાર બનેલ સરકારી શાળાઓ બંધ કરી મર્જ કરવાના નિર્ણય સામે આદિવાસી

સમાજે વિરોધ નોંધાવી અધિક કલેક્ટરને આવેદન પત્ર

પાઠવ્યું હતું.

ગરીબોની

છત્રછાયા બનેલ સરકારી શાળાઓમાં બાળકોનો અભ્યાસ આશીર્વાદ સમાન બન્યો છે, ત્યારે જેના પાસે મસમોટી ફી ચૂકવવાના રૂપિયા નથી તેવા ગરીબ મજૂરોના બાળકો અભ્યાસ કરીને શિક્ષણ જગતમાં કાઠું કાઢે તેવા આશય સાથે શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવને રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું, હવે તેજ સરકારે શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેતા

આદિવાસી હળપતિ સમાજમાં ભૂકંપ આવ્યાનો એહસાસ થયો છે.

હાલ તો, વિકસતા જતાં જમાના સાથે વંચિતોનો વિકાસ જરૂરી બન્યો

છે. આદિવાસી સમાજમાં ચાલતી હારી પ્રથામાંથી સમાજ બહાર આવ્યો છે અને શિક્ષણને

પ્રાધાન્ય આપી ઉજ્જવળ ભાવીની

કલ્પના કરતો થયો છે. અને

રાજ્ય સરકારે કલ્પનાઓ પણ વિપદાઓ ઠાલવતા ફરી સમાજ શિક્ષણને લઈને અવઢવમાં મુકાયો છે.

Next Story