નેત્રંગ-મોવી રસ્તા ઉપર મોટો ભુવો પડતા વાહનચાલકો જીવના જોખમે મુસાફરી કરવા મજબુર

New Update
નેત્રંગ-મોવી રસ્તા ઉપર મોટો ભુવો પડતા વાહનચાલકો જીવના જોખમે મુસાફરી કરવા મજબુર

ધોધમાર વરસાદના પાણીના કારણે રસ્તાનું ધોવાણ અને મોટો ભુવો પડ્યો હતો,

રાત્રીના અંધકારના સમયમાં વાહનચાલકોની મામુલી ગફલતના કારણે ગમખ્વાર અકસ્માતની ઘટના બનવાની શક્યતાઓ,વહેલી તકે સમારકામ કરવાની ઉઠેલી લોકમાંગ,

નેત્રંગ-મોવી રસ્તા ઉપર મોટો ભુવો પડતા વાહનચાલકો જીવના જોખમે મુસાફરી કરવા મજબુર બન્યા છે,જેમાં ધોધમાર વરસાદના પાણીના કારણે રસ્તાનું ધોવાણ અને મોટો ભુવો પડ્યો હતો,

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકામાં જુન માસના પ્રારંભની સાથે જ મેઘરાજ મન મુકીને વરસી રહ્યા હતા,જેથી ધોધમાર વરસાદના પાણીના કારણે નદી-નાળા,ચેકડેમ અને તળાવ પાણી છલકાયા હતા,જ્યારે વરસાદનું પાણી રોડ-રસ્તા ઉપર ફરી વળતા ભારે ધોવાણ થયું હતું,જેથી સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ ઉદભવી હતી,

જેમાં નેત્રંગ તાલુકામાં ધોધમાર વરસાદના પાણીના કારણે રોડ-રસ્તાઓનું ભારે ધોવાણ થયું છે,જેથી રસ્તાના નિમૉણ કાયૅમાં ભારે ગોબાચારી થઇ હોવાની આશંકાઓ સેવાઇ રહી છે. જેમાં મુખ્યત્વે નેત્રંગ-મોવી રસ્તા ઉપર આવેલ કાંટીપાડા ગામના પાટીયા પાસે રસ્તાના સમાંતર જ મોટો ભુવો પડી જવા પામ્યા છે,જેમાં નેત્રંગ-મોવી રોડ આગળ જઇને રાજપીપળા અને વડોદરા જેવા શહેરોને જોડતો હોવાથી રાત-દિવસ નાના-મોટા વાહનો સહિત વાહન ચાલકોની અવરજવર રહે છે.

જ્યારે રસ્તાના સમાંતર જ પડેલ ભુવા પાસે વહીવટીતંત્ર ધ્વારા કોઇપણ પ્રકારની ભયજનક ચિહ્ન પણ મુકવામાં આવ્યું નથી,જ્યારે રાત્રીના અંધકારના સમયમાં વાહનચાલકોની મામુલી ગફલતના કારણે ગમખ્વાર અકસ્માતની ઘટના બનવાની શક્યતાઓ જણાઇ રહી છે,જાણે વહીવટીતંત્ર મોટી જીવલેણ અકસ્માતની ઘટનાની રાહ જોયને બેઠી હોય તેવું લાગી રહ્યું છે,જેથી વાહનચાલકો જીવના જોખમે મુસાફરી કરવા મજબુર બન્યા છે,જ્યારે રસ્તાના સમાંતર જ પડેલ ભુવાનું પુરાણ કરી સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

Latest Stories