Connect Gujarat
સમાચાર

અમદાવાદ: કવિતા પર અરાજકતા ગંગા કિનારેથી મળેલ મૃતદેહો પર લખાયેલ કવિતા પર વિવાદ

ગંગામાં શબ પ્રવાહિત કરવાના અને આ ખબર આખા દેશ અને વિશ્વમાં ચર્ચામાં રહી હતી આના પર ગુજરાતના કવિત્રી પારુલ ખખરે એક કવિતા લખી હતી

અમદાવાદ: કવિતા પર અરાજકતા ગંગા કિનારેથી મળેલ મૃતદેહો પર લખાયેલ કવિતા પર વિવાદ
X

કોરોનાની બીજી લહેર દરમિયાન અનેક એવી ખબરો આવી હતી જે મનને વિચલિત કરી દે તેવી હતી ત્યારે એક ખબર હતી ગંગામાં શબ પ્રવાહિત કરવાના અને આ ખબર આખા દેશ અને વિશ્વમાં ચર્ચામાં રહી હતી ત્યારે આના પર ગુજરાતના કવિત્રી પારુલ ખખરે એક કવિતા લખી હતી અને આ કવિતા પણ દેશ વિદેશમાં હેડલાઇન બની હતી પણ હવે આજ કવિતા પર ગુજરાતમાં બબાલ મચી છે રાજ્ય સરકારની ગુજરાત સાહિત્ય પરિષદે આને નક્સલવાદી કવિતા કહ્યું છે અને કહેવામાં આવ્યું કે આવી કવિતાઓ દ્વારા અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત સાહિત્ય પરિષદે પારુલ ખખર પર હુમલો કરતા કહ્યું કે આ કવિતામાં જે પ્રકારના શબ્દો વપરાય છે તે કોઈ કવિતાને અનુરૂપ નથી. દેશમાં આવી વિચારસરણી માત્ર કેન્દ્ર વિરોધી વિચારધારામાં જોવા મળે છે અને આવા વિચારો માત્ર નક્સલી વિચારધારા વાળા હોઈ છે ગુજરાત સાહિત્ય અકાદમી સફાઈ આપતા કહ્યું કે તેઓ આવી કોઈ પણ કવિતા માનતા નથી અને આ કવિતાના વિચારો સાથે સહમત નથી ત્યારે પારુની આ કવિતા કારણે રાજ્યની રાજનીતિ પણ ગરમાઈ છે. તો બીજી તરફ પારુલ ના સમર્થનમાં પણ અનેક લોકો આગળ આવી રહ્યા છે પણ સવાલ તે ઉભો થઇ રહ્યો છે કોઈ કવિતા નક્સલી ગણાવી શકાય ? આ બાબતે કનેકટ ગુજરાતી પારુલ નો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ તેમણે કઈ બોલવાનો ઇન્કાર કર્યો તો સાથે કનેક્ટ ગુજરાત દ્વારા ગુજરાત સાહિત્ય અકાદમી વિષ્ણુ પંડયા સાથે પણ વાત કરી હતી તેમણે પણ આ બાબતે કોઈ પણ પ્રતિક્રિયા આપવાની ના કહી આમ ગુજરાતની એક કવિતા ગુજરાત સહિત દેશમાં એક નવા મુદ્દાને જન્મ આપ્યો છે

Next Story